*જિંદગી* .
મૃત્યુની મોસમ પૂરબહારમાં ખીલી છે અને જે રીતે પરિચિતોના અણધાર્યા અને અચાનક દેહાંતના સમાચાર મળી રહ્યા છે એ જોતા એક વાત તો નક્કી છે કે અફસોસ અને ખરખરો હાથવગો રાખવો…
પણ કેવું લાગશે જો અચાનક કોઈ સવારે આપણને જાણ થાય કે ગઈકાલ રાત સુધી જેને નફરત કરેલી એ વ્યક્તિ આજે ઓચિંતી આ પૃથ્વી પરથી ગાયબ થઈ ગઈ…
એના મૃત્યુના સમાચાર સાંભળીને આનંદ થશે કે અફસોસ ?
જેની ભરપેટ ટીકા કરીને આપણે ગઈકાલે ઊંઘી ગયેલા, બીજે દિવસે એ જ વ્યક્તિ માટે પ્રભુ તેના આત્મા ને શાંતિ આપજો લખવામાં કેટલો ખચકાટ થશે આપણને ?
આંખો બંધ કરો અને એક એવી વ્યક્તિનો ચહેરો ઈમેજીન કરો, જેની સાથે તમારે અબોલા છે.
એવી કોઈ વ્યક્તિ જેને તમે નફરત કરો છો અથવા જેનો ચહેરો પણ તમે જોવા નથી માંગતા. ધારો કે એ વ્યક્તિ આવતી કાલ સવારે મૃત્યુ પામે, તો તમને એની સાથે અબોલા રાખવાનો કે દુર્વ્યવહાર કર્યાનો અફસોસ થશે ?
જો એનો જવાબ હા હોય તો તમારો ફોન ઉપાડીને એનો નંબર ડાયલ કરો.
એની સાથે વાત કરો. ફોન પર ફરિયાદ કરો, ઝગડો કરો, સોરી કહી દો કાં તો એની માફી માંગી લો અથવા એને માફ કરી દો🙏🏼
જિંદગીના છેલ્લા શ્વાસ લેતા હોવ અને ત્યારે એ વ્યક્તિ તમારી સામે આવે તો તમને એની સાથે દુર્વ્યવહાર કર્યાનો અફસોસ થશે ?
*સોરી* નહીં કહીએ, તો ફક્ત એને સોરી કહેવા માટે આ પૃથ્વી પર બીજો ધક્કો ખાવો પડશે.
આપણે ખરી પડીએ
એ પહેલાં આપણી અંદર રહેલા અફસોસ, અણગમા કે ધૃણાનું ખરી પડવું અનિવાર્ય છે.🙏
– હિતેષ રાયચુરા