સૌ પ્રથમ વાર પોલીસ સ્ટેશનમાં બનાવાયો આઇસોલેશન વોર્ડ.

અમદાવાદ

સૌ પ્રથમ વાર પોલીસ સ્ટેશનમાં બનાવાયો આઇસોલેશન વોર્ડ.


અમદાવાદમાં પ્રથમ વખત પોલીસ મથકમાં 5 નોર્મલ, 2 ઓક્સિજન બેડ સાથે આઇસોલેશન રૂમ બનાવાયા.


અમદાવાદમાં પ્રથમ વખત પોલીસ મથકમાં 5 નોર્મલ, 2 ઓક્સિજન બેડ સાથે આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર ત્રણ વખત વિઝિટ કરશે, નાસ્તા-જમવા સહિતની તમામ વ્યવસ્થા કરાઈ છે. શહેરમાં અન્ય પોલીસ અધિકારીઓએ સ્ટાફ માટે આર્યુવેદિક દવા ભેગી કરી છે, જેથી પોલીસ સ્ટાફને બચાવી શકાય. શહેરમાં સૌપ્રથમ વખત રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. 5 નોર્મલ આઇસોલેશન બેડ અને 2 ઓક્સિજન બેડ બનાવવામાં આવ્યાં છે. ખાસ કરીને પોલીસકર્મીને કોરોનાની અસર થતાં તે ઘરે આઇસોલેશનમાં ના રહી શકે, તેથી તેને અહીં રાખવામાં આવશે. બીજી તરફ 2 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ હતી. દિવસ દરમિયાન ડોક્ટર 3 વખત વિઝિટ કરશે. જે પોલીસકર્મીઓ આઇસોલેશનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.