બોગસ તબીબોની ભરમાર
એક પછી એકબોગસ તબીબો ઝડપાઇ રહ્યા છે.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :


નર્મદા જિલ્લામાં બોગસ તબીબોની ભરમાર

એક પછી એકબોગસ તબીબો ઝડપાઇ રહ્યા છે.

નાંદોદ તાલુકાના ઓરી ગામેથી વધુ એક બોગસ તબીબઝડપાયો

છેલ્લા ચાર દિવસમા ચારબોગસ તબીબો ઝડપાયા

રાજપીપલા, તા,23

નર્મદા જિલ્લામાં બોગસ તબીબો દેડકાની જેમ ફૂટી નીકળ્યા છે. નર્મદા મા વધતી જતી બોગસ તબીબોની ભરમાર ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને કોરોના જેવી મહામારી મા ગ્રામ્ય વિસ્તારોમાં પોતે ડોક્ટર ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી એલોપથી ની પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે નર્મદામા એક પછી એકબોગસ તબીબો ઝડપાઇ રહ્યા છે. ગઈકાલે નાંદોદ અને દેડિયાપાડા તાલુકામાથી ત્રણ બોગસ તબીબો પકડાયા બાદ આજે નાંદોદ તાલુકામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. જેમાં આજે નાંદોદ તાલુકા ના ઓરી ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે બે દિવસ મા ચાર બોગસ તબીબો ઝડપાયા છે
પ્રાપ્ત માહિતી અનુસાર
આમલેથા વિસ્તારમાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર
કરતા ડોક્ટરને ઝડપી એસ.ઓ.જી. તથા એલ.સી.બી નર્મદાપોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં એમ.બી ચૌહાણ,
ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદાએ
એસ.ઓ.જી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે
પી.એચ.સી સિસોદ્રા ના ઇ.ચા. મેડીકલ ઓફીસર ડો.
ડો.દિવ્યાબેન મહેશભાઇ ખેરને સાથે રાખી આમલેથા
પો.સ્ટે. વિસ્તારના ઓરી ગામના શાસીજી ફળિયા ખાતે એક ઇસમ પોતાના મકાનમાં તબીબી ડીગ્રી અને
લાયકાતના સર્ટી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. જે
મુલ્કીરાવત મંશીરાવત બિંદ (રહે. ઓરી શાસીજી ફળિઆ તા.નાંદોદ જી-નર્મદા મુળ રહે. ભાઠા તા, માજી જી.
છપરા( બિહાર )હોઈ પોતે દવાખાનું ચલાવતો હોવાનું જણાઇ આવેલ.આ ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે
પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ-૧૯૬૩ ની કલમ
૩૦ તથા ૩૫ મુજબ એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજાનીડલો),
એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ. રૂ. ૧,૪૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે
ઝડપી પાડી વધુ તપાસ અર્થે આમલેથા પોલીસ સોંપી કાયદેસર ની કાર્યવાહી હાથ આવેલ છે.


પોલીસ અધિક્ષકશ નર્મદાદ્વારા જીલ્લામાં કોવીડ-૧૯ મહામારીના કપરા સમય દરમિયાન
બોગસ સર્ટી.ના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચનાના પગલે છેલ્લા ૪ દિવસમાં
એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા બોગસ સર્ટી આધારે પ્રેક્ટીસ કરતા કુલ-૪ તબીબો વિરુધ્ધ ગુનો
દાખલ કરેલ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા