કેવડિયા કોલોનીમાં ગેસ મંડળીની બાજુમાં કામ કરતી બાંધકામનું કામ કરતા પડી જવાથી ગંભીર ઈજા થતાં મહિલાનું મોત.
રાજપીપળા,તા. 23
કેવડિયા કોલોનીમાં ગેસ મંડળીની બાજુમાં કામ કરતી મહિલા પડી જતા ગંભીર ઈજા થવાથી તેનું મોત નિપજ્યું છે.
બનાવની વિગતો મુજબ મરનાર નાહતીબેન નિલેશભાઈ વસુનીયા (રહે,કેવડીયાકોલોની) કેવડીયા કોલોની સરદાર સરોવર નિગમ બાંધકામ ગેસ મંડળીની બાજુમાં સવારે દસેક વાગ્યે કેવડીયા પોલીસ સ્ટેશન નજીક માં બાંધકામનું કામ કરતાં પડી જતા તેમનો પતિ નિલેશભાઈ મસુલભાઇ વસુનીયાના 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે આવેલા હતા. તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલ પરંતુ એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં તેનું મૃત્યુ થતાં મૃતદેહ રાજપીપળા સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવવામાં આવ્યો હતો. આ અંગેની જાહેરાતો રાજકુમાર ભગતે પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા