રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ.
ઓક્સિજન લેવલ જળવાઇ રહે તે માટે દરદીઓનું પ્રોનીંગ કરાયું.
પેટના બળ થી દર્દીઓને ઊંધા સુવડાવવામાં આવે છે .
રાજપીપલા,તા.23
રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓનું ઓક્સીજન લેવલ જળવાઇ રહે અને ઓક્સિજનની જરૂર ઓછી પડે તે માટે દરદીઓને પ્રોનીંગ કરવામાં આવે છે. જેમાં પેટનાં બળથી દરદીઓને ઉંધા સુવડાવવામાં આવે છે.
તદઉપરાંત,આ દરદીઓ માનસિક રીતે નબળા ન પડે અને તેમનું માનસિક મનોબળ ટકવાની સાથે તે વધુ મજબૂત બને તે માટે હળવી કસરત સાથે તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા