કોરોના મા ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼ એકમાત્ર ઉપાય

બ્રેકીંગ ન્યૂઝ :

આજે પૃથ્વી દિવસે કુંવરપરા ગ્રામજનોએ પૃથ્વી
બચાવવા વધુ વૃક્ષો વાવવાનો સન્કલ્પ લીધો

કોરોના મા ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼ એકમાત્ર ઉપાય

કુંવરપુરા ગામમાં બે વર્ષ મા 22000 વૃક્ષોગ્રામજનોએ વાવ્યા

જે આજે 15 થી 20ફુટ ઉચા ઝાડ બની ગયા

આજે પૃથ્વી દિવસેવધુ
પૃથ્વી બચાવવા અને ઓક્સિજન વધારવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો

રાજપીપલા તા 22

આજે 22મી એપ્રિલ
પૃથ્વી દિવસ છે. એકમાત્ર આપણી પૃથ્વી પર જીવન છે જયા કુદરતે આપણને ભરપૂર મફત ઓક્સિજન આપ્યો છે ત્યારે આજે કોરોના મહામારીમાં લોકો ઓક્સિજનના આભાવે
લોકો તરફડી રહ્યા છે આજે દેશભર મા ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે ત્યારે ભરપૂર કુદરતી ઓક્સિજન આપતા
કોરોના મા ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼ એકમાત્ર ઉપાય બચ્યો છે. ત્યારે આજે પૃથ્વી દિવસે આપણે સૌ પૃથ્વી બચાવવા અને ઓક્સિજન વધારવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કુંવરપરા ના ગ્રામજનોએ કર્યો હતો

કુંવરપરા ગ્રામ પંચાયત ના સરપંચ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે અમે અમારા ગામ કુંવરપુરા ગામમાં બે વર્ષ મા 22000 વૃક્ષો વાવ્યા હતા. આજે એ ફુલ્યા ફાલ્યા છે. કુંવરપુરા ગ્રામ પંચાયતમાં મારા ગામના વડીલો તેમજ મારા જેવા સાથી મિત્રો ના સહયોગથી અમે સહુ ગ્રામજનો ભેગા મળીને પોણા બે વર્ષ પહેલા વૃક્ષારોપણ અમારી ગૌચર જમીનમાં 22000 વૃક્ષો નુ રોપણ કરેલ હતું જે આજે 15 થી 20ફુટ ઉચા ઝાડ બની ગયા છે. અમારે ત્યાં પાણીનો અભાવ હોવા છતાં અમારા ગામના વડીલો ભાઈઓ બહેનો અને યુવા મિત્રો એ તેમજ ગ્રામજનોએ અને 80થી 100ફુટ નીચે ચેક ડેમ આવેલ છે ત્યાંથી ઘડે ઘડે પાણી ભરી અમે ભર ઉનાળામાં પણ આ વૃક્ષોનું જતન કર્યું. હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. અસહ્ય તાપ પડી રહ્યો છે એવા સમયમાં અમને અને અમારા સમગ્ર ગ્રામજનો અમે ગર્વ અનુભવી છીએ કે અમારી ગૌચર જમીનમાં આટલા સુંદર મજાના વૃક્ષો અહીંયા લહેરાઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં પશુ પક્ષીઓ જીવજંતુઓ અને અમારા ગ્રામજનો આ નો આનંદ લઇ રહ્યા છે

આવનારા દિવસોમાં અલગ-અલગ પ્રકારના વૃક્ષો વાવ્યા છે. એના પણ ટૂંક સમયમાં ખાવાલાયક ફળ આવશે તેનો પ્રાણીઓ પક્ષીઓ તેમજ અન્ય જીવજંતુઓનો ખોરાક બનશે. અમારા ગ્રામજનો દ્વારા આપ સર્વે ભાઈઓ-બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે આપ પણ આપણા વિસ્તારમાં ગૌચરની જમીન છે કે આપણા ખેતરમાં શેરડી કે આપના વાડામાં આપના ઘરના આંગણે આવા સુંદર મજાના વૃક્ષો નું રોપણ કરો આવનારા દિવસોમાં આપ સહુ કુદરતની મજા માણો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે અને આ સમયમાં સમગ્ર વિશ્વમાં લોકોને ઓક્સિજનની જરૂર પડી રહી છે એના માટે ઓક્સિજન તેમજ દર્દીઓને વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં આપણા દેશમાં પણ આજે ઓક્સિજન બનાવતી કંપનીઓ માં પણ આજે ઓક્સિજન પેશન્ટ સુધી પહોંચાડવા ખૂબ જ તકલીફ અને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ પૃથ્વીની રચના કરનાર ભગવનનો આભાર માનવો જોઈએ. આપણને આટલું સરસ મજાનું ઓક્સિજન જે કુદરતે બનાવેલી પ્રકૃતિએ આપ્યું છે એમાંથી આપણને મળી રહે છે જો આવનારા દિવસોમાં આપણે વૃક્ષોરોપણ નહીં કરીએ તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એમને ભવિષ્યમાં ઓક્સિજન માટે ખુબ જ મુશ્કેલીઓ આવવાની છેએમ કુંવરપુરા ગ્રામજનોએપોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરો અને તેનું જતન કરવાઅનુરોધ કર્યો હતો

બાઈટ :
નિરંજન વસાવા, સરપંચ, કુંવરપરા ગ્રામ પંચાયત

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા