નર્મદામા કોરોના ના કેસ 2800ને પાર

બ્રેકીંગ નર્મદા ન્યૂઝ :

નર્મદામા કોરોના ના કેસ 2800ને પાર

નર્મદામા આજે એકજ દિવસમાવધુ 43 નોંધાયા
રાજપીપળામાંઅને નાંદોદ 10 -10કેસ

રાજપીપલા, તા21

નર્મદા જિલ્લા મા કોરોના વિસ્ફોટ સતત થઈ રહ્યો છે
જેમાં આજે નર્મદા આજે એકજ દિવસમાં 43કેસ નોધાતા
સતત વધતા જતો ગ્રાફ
ચિંતાનો વિષય બન્યો છે.એક તરફ કોરોના ની ચેન તોડવા તંત્ર વેક્સીનેસનની કામગીરી વેગવાન બનાવી રહી છે લોકો રસી મુકાવી રહ્યા છે.બીજી તરફ નર્મદા મા કોરોનાની ચેન તોડવા લોકડાઉન વધારાઈ રહ્યું છે ત્યારે તેની સામે કોરોના ના કેસો ઘટવાને બદલેક્ર્મશ વધી રહ્યા છે.હવે કોરોના નર્મદા ના પાંચેય તાલુકામાં ફેલાયો છે.
જેમાં નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે સત્તવાર આંકડા બહાર પાડ્યા હતા તેમાં આજના 43કેસમાં
નાંદોદ મા 10કેસ, ગરુડેશ્વર તાલુકામાં 10,તિલકવાડા મા 03,ડેડીયાપાડા મા 06,સાગબારા મા 08અને રાજપીપલા મા 10કેસ મળી કૂલ 43કેસ નોંધાતા જિલ્લા ના પાંચેય તાલુકામાં કોરોના પ્રસર્યો હતો.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 22 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 21 સહિત કુલ-43 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1477, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1261 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2805 નોંધાવા પામી હતી. રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 21 દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1638 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-2554 દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 118 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 54 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 39 અને વડોદરા ખાતે 37 દરદીઓ સહિત કુલ-248દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 595અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1033 સહિત કુલ-1708 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-45217 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-33 દરદીઓ, તાવના-24 દરદીઓ, ઝાડાના 28 દરદીઓ સહિત કુલ-85 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001856 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9046461 લોકોને વિતરણ કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા