23મા કારગીલ દિવસ નિમિત્તે એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર ખાતે રક્તદાન શિબિરનું કરાયું આયોજન
જીએનએ અમદાવાદ: કારગિલ વિજય દિવસની 23મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના અનુસંધાનમાં, NCC Dte ગુજરાતે ભારતીય સેનાના વીર સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને એકતા દર્શાવવા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમણે ભારત માતાના સન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને જેઓ હાલમાં સરહદોની સુરક્ષામાં છે.
ગુજરાતમાં વિવિધ સ્થળોએ આયોજિત કુલ 500 થી વધુ કેડેટ્સે સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. બ્રિગેડિયર નિરવ રાયજાદા. ગ્રૂપ કમાન્ડર, NCC ગ્રૂપ હેડક્વાર્ટર અમદાવાદ, NCC ગ્રૂપ હેડક્વાર્ટર લો ગાર્ડન, અમદાવાદ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય મહેમાન હતા. એનસીસી કેડેટ્સ દ્વારા બ્રિગેડીયર નિરવ રાયજાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે NCC કેડેટ્સને સંબોધિત કર્યા અને સામાજિક કાર્યોના ઉત્થાનમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.
તમામ રક્તદાતાઓને પ્રશંસા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ભારતીય રેડક્રોસ સોસાયટી અને બી જે મેડિકલ કોલેજના મેડિકલ સ્ટાફે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં ટેકનિકલ સહયોગ આપ્યો હતો.