રાજપીપળા નગરપાલિકામાં ભાજપની યુવા પ્રમુખની ટીમ સામે હવે નર્મદા કોંગ્રેસ યુવા શિક્ષિત મહિલાને વિપક્ષ નેતા બનાવી.

રાજપીપળા નગરપાલિકામાં ભાજપની યુવા પ્રમુખની ટીમ સામે હવે નર્મદા કોંગ્રેસ યુવા શિક્ષિત મહિલાને વિપક્ષ નેતા બનાવી.

વિપક્ષના નેતા તરીકે સાહેનૂરબીબી પઠાણે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવાની ખાતરી આપી.

વિકાસના કામોમાં કોઈ ગેરરીતી થશે તો અવાજ ઉઠાવશે,એ માટે કોઈ બાંધછોડ નહીં કરવા ખાત્રી આપી.

રાજપીપલા, તા.10

રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારે રસાકસી બાદ 28 બેઠકો માં ભાજપે 16 કોંગ્રેસે 6 અને અપક્ષના ઉમેદવારો સાથે ભાજપે બહુમતી સાથે સત્તામાં છે.આમ તો બહુમતીમાં હોવા છતાં કોંગ્રેસના સદસ્ય સત્તાધારી પક્ષને અંદરખાનેથી સપોર્ટ કરી રહ્યા છે.ત્યારે જીતા વોર્ડ નં. 5 થી વિજેતા બનનાર લઘુમતી સમાજના યુવા મહિલા સદસ્ય કોંગ્રેસ પક્ષમાંથી પોતાના વોર્ડમાંથી સૌથી વધુ માટે કોંગ્રેસ માંથી ચૂંટાયા હતા.અને હવે નર્મદા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળદે સાહેનૂરબીબી શાહરુખ ખાન પઠાણને ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્યો માંથી કોંગ્રેસ પક્ષના નેતા તરીકે વરણી કરી છે.
કોંગ્રેસે હાલ વિપક્ષની ભૂમિકામાં કોઈ રાજપીપળા નગરપાલિકા ખાતે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ પક્ષે નિયુક્ત કરી જે નિમણૂકની જાન રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી હતી.
આ અંગે એક પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં ઉપસ્થિત કોંગ્રેસ પાર્ટીના માઈનોરીટી સેલ ના પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ અલી કાદરીની ઉપસ્થિતિમાં સાહેનૂરબીબી કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.
રાજપીપળા નગરપાલિકાના વિપક્ષ નેતા મોરબી પઠાણ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવાની ખાતરી આપી હતી.અને વિકાસના કામોમાં કોઈ ગેરરીતિ હશે તો અવાજ ઉઠવશે.એ માટે કોઈ બાંધછોડ નહીં કરવાની ખાતરી આપી હતી. અને જણાવ્યું હતું કે ક્યાંય ભ્રષ્ટાચાર થવા નહીં દઉં ભલે હું વોર્ડ 5 ની સભ્ય આવું પણ તમામ વોર્ડની જનતાને પ્રશ્નો ઉકેલવા બાદ ચોક્કસ પ્રયાસ કરીશ.
જ્યારે આ બાબતે પ્રદેશ માઇનોરિટીસેલના કાર્યકરી અધ્યક્ષ ઇમ્તિયાઝ અલી કાદરી એ જ હતું કે આજે પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા મારી દીકરીને જે ટિકિટ આપી અને વિજેતા બન્યા બાદ વિપક્ષી નેતાની જવાબદારી સોંપી છે. જે બદલ ખુબ આભારી છું.સાથે વિપક્ષ નેતા તરીકે મારી દીકરી સુંદર કામગીરી કરશે નગરમાં કોઈપણ પ્રશ્ન હોઇ પ્રજાના પ્રશ્નો માટે સતત પ્રવૃત્તિશીલ રહેશે એ વાત ચોક્કસ થશે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા