અસ્થિર મગજના યુવાને જાતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી.

નાંદોદ તાલુકાના મોવી બોરીદ્રા ગામના અસ્થિર મગજના યુવાને જાતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી.
રાજપીપળા,તા.21
નાંદોદ તાલુકાના મોવી બોરીદ્રા ગામના મગજના યુવાને જાતે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.આ અંગે રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ આપ કામના મરનાર શનુભાઈ ફતેસિંગભાઈ વસાવા (રહે, મોવી બોરીદ્રા) અસ્થિર મગજનો હોવાના કારણે પોતાની જાતે ઘરમાં મુકેલ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી જતાં તેમને 108 એમ્બ્યુલન્સમાં રાજપીપળા સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવાના આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.આ અંગેની ખબર સંજયભાઈ ફતેસિંગભાઈ વસાવા (રહે, મોવી બોરીદ્રા) એ પોલીસને કરતા પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા