*સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો*

*સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો*

અમદાવાદ, સંજીવ રાજપૂત: ડો. જોષી એ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા આયોજન મંડળ અને ભૂતપૂર્વ રાજ્ય સભા સાંસદ જુગલસિંહ ઠાકોર ની સાંસદ ગ્રાન્ટ તેમજ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે ૩ નવી એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે. આ સાથે સિવિલ હોસ્પિટલ ની આરોગ્ય સેવાઓ થી પ્રભાવિત અને સિવિલ હોસ્પિટલ ખાતે આવતા ગરીબ દર્દી ઓ ને સારી સેવાઓ મળી રહે તે હેતુ થી અગાઉ પણ સિવિલ હોસ્પિટલ ને 2 કરોડ જેટલી માતબર રકમનુ દાન કરી ચુકેલા હાલમાં યુએસએ માં વસતા દાતા નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલે પોતાના બહેન સ્વ. ઉર્વશીબેન શંકરલાલ પટેલ ના સ્મરણાર્થે ૧ એમ્બ્યુલન્સ નુ સિવિલ હોસ્પિટલ ને દાન આપ્યુ છે. તારીખ ૧૦ એપ્રીલ ના રોજ સવારે ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે ભૂતપૂર્વ રાજ્ય સભા સાંસદ જુગલસિંહ ઠાકોર તેમજ દાતા નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલ ના પ્રતિનિધી ના વરદ હસ્તે સિવિલ હોસ્પિટલ સ્ટાફ ની ઉપસ્થિતિ માં બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી આ ૪ નવી એમ્બ્યુલન્સ ને ફ્લેગ ઑફ કરી સેવારત કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પીટલ ખાતે હાલ માં કુલ ૧૫ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે જેમાં અમુક એમ્બ્યુલન્સ જુની અને વધુ વપરાયેલી હોવાથી આ ચાર નવી એમ્બ્યુલન્સો આવતા હવે દર્દીઓ ને વધુ ઝડપી અને ગુણવત્તાસભર તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા પહોંચાડી શકાશે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ. .

 

આ તમામ ચાર એમ્બ્યુલન્સ બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા થી સુસજ્જ છે, જેમાં જરુરી જીવનરક્ષક દવાઓ, સાધનો અને દર્દી પરિવહન માટે આરામદાયક વ્યવસ્થા ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સાંસદ જુગલસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર આરોગ્ય સેવાઓ અંગે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને ‘સર્વે સંતુ નિરામયાઃ’ ના સંકલ્પને સાર્થક કરવા સરકાર ના તમામ પ્રતિનિધિ સતત કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *