દેડિયાપાડા તાલુકાના મોવી હાઈવે રોડ ઉપર પણગામ બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં ટ્રક ચલાવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

દેડિયાપાડા તાલુકાના મોવી હાઈવે રોડ ઉપર પણગામ બસ સ્ટેન્ડ પાસે વળાંકમાં ટ્રક ચલાવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.
ટ્રકનો સામાન તથા કેમિકલ પાવડરની થેલીઓ ને નુકસાન.
રાજપીપળા, તા. 21
દેડીયાપાડા તાલુકાના મોવી હાઈવે રોડ ઉપર પણ ગામ બસ સ્ટેન્ડ પાસે વળાંક ઉપર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં તથા કેમિકલ પાવડરની થેલીઓને નુકસાન થયું હતું. આ અંગે અકસ્માત ગુનાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.આ અંગેની ફરિયાદ રહીમ શરીફ શાહ (રહે, ટવસા જી.અમરાવતી મહારાષ્ટ્ર) પોતે આરોપી બની ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી તથા આરોપી ડ્રાઈવર રહીમ શરીફ શાહે તેના કબજાની ટ્રક નં. એમએચ 40 બીજી 4629 અને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી દેડીયાપાડા મોવી હાઈવે રોડ ઉપર પણગામના બસ સ્ટેન્ડ પાસે સામેથી એક ટ્રક આવી જતાં તેની લાઇટ પડતા ટ્રકને રોડની સાઈડમાં દબાવતા જ ટ્રકની સ્પીડ વધારે હોઈ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઇડ પર પલટી ખાઈ ગઈ હતી. ટ્રકને તથા તેમાં ભરેલ માલ-સામાન તથા કેમિકલ પાવડર ની થેલીઓ ને નુકસાન પહોંચ્યું હતું પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા