નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી કોવીડ 19 હોસ્પિટલમાં કોઈ હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી.
રાજપીપળા,તા.21
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફ થી કોવિડ 19 હોસ્પીટલમા કોવીડ હેલ્પલાઇન ચાલુ કરવામા આવી છે.આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નિલભાઈ રાવ, રાજપીપળા નગરપાલિકા ના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, રાજપીપળા શહેર મહામંત્રી અજીતભાઇ પરીખ, યુવા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ વિક્રાંતભાઈ વસાવા, રાજપીપળા શહેરમંત્રી વિપુલભાઈ માછી, શંકરભાઈ તડવી અને પ્રેમ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આ કોવિડ હેલ્પલાઇન દ્વારા લોકો ને પડતી અગવડ તથા મુંઝવણનુ યોગ્ય નિવારણ કરવામાં આવ્યું અને દર્દીના સાથે આવેલા પરીવારજનોને દિવસ તથા રાત્રી ભોજન પણ આપવામાં આવ્યું. કોરોનામાં ભાજપના કાર્યકરોની સેવા લોકોએ બિરદાવી હતી.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા