નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કોરોના પોઝિટીવ દરદીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯૨૮ બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા.

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કોરોના પોઝિટીવ દરદીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯૨૮ બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા.
રાજપીપલા,તા.21
હાલની કોરોનાની પ્રવર્તમાન પરસ્થિતિને ધ્યાને લઇ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાના નાંદોદ, તિલકવાડા, સાગબારા, ગરૂડેશ્વર અને દેડીયાપાડા ખાતે કોરોના પોઝિટીવ દરદીઓ માટે કોવિડ કેર સેન્ટર ખાતે જિલ્લાના કુલ-૯૨૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ. કશ્યપે જણાવ્યું હતું કે, રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ગર્લ્સ હોસ્ટલના-૧૦૦, બોયઝ હોસ્ટલના-૧૦૦, આદર્શ નિવાસી શાળામાં -૨૦૦ અને ચિલ્ડ્રન હોમ આરટીઓ પાસે ૧૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.તેવી જ રીતે, દેડીયાપાડાની કૃષિ ઇજનેરી કોલેજ ખાતે-૧૬૮ અને સબ ડિસ્ટીક હોસ્પિટલ ખાતે-૦૮ બેડ તથા સાગબારાની આદર્શ નિવાસી શાળા ગર્લ્સ હોસ્ટેલ ખાતે-૫૬ તેમજ ગરૂડેશ્વર તાલુકામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ગોરા ખાતે-૮૦ અને ગોરા મંદિર સર્કિટ હાઉસ ખાતે-૨૮ અને જલારામ મંદિર ગરૂડેશ્વર ખાતે-૩૦ બેડ તેમજ તિલકવાડા તાલુકાની મહાત્મા ગાંધી એકલવ્ય સ્કૂલ ખાતે-૫૦ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૦૮ બેડ સહિત જિલ્લાના કુલ-૯૨૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા