ફાધર્સ ડેના દિવસે વાત કરીએ એવા પિતાની કે જેણે પોતાની ચાર વર્ષની દીકરીને બચાવવા માટે બે વર્ષ પહેલા લીવર આપી તેનો જીવ બચાવ્યો. આજે દીકરી યશ્વી તેના પિતા અશોક રાણા માટે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુખ બની ગઈ છે બે વર્ષ પહેલાં કરા઼યેલા લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ આજે આ દીકરી અને તેના પિતા અશોકભાઈ ને કોઇ જ તકલીફ નથી
ધોળકામા રહેતા શાકભાજી વેચી રોજનું રોજ કમાઈને ખાતો આ પરિવાર રૂપિયા ખર્ચીને સારવાર કરાવી શકે તેવી સ્થિતિ ન હતી અમદાવાદની સિવિલ હોસ્પિટલના લિવર વિભાગમા તેમણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ. અશોકભાઈ હાલમાં સમોસા વેચીને ગુજરાન ચલાવે છે શરીરમાં લિવર માત્ર એક એવું અંગ છે જેનો કેટલોક ભાગ અન્ય વ્યક્તિ માટે પ્લાન કરી શકાય છે અને તે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ ઉગી નીકળે છે ફાધર્સ ડેના દિવસે અશોકભાઇ માટે તેની દીકરી થી વિશેષ કશું જ નથી હાલમાં તો આ દીકરી નાસમજ છે પણ જ્યારે તેનામાં સમજણ કેળવાય છે ત્યારે ફાધર્સ ડે પર તેના પિતાએ આપેલી લિવરની ભેટથી વિશેષ કશું નહીં હોય.