બ્રેકીંગ નર્મદા ન્યૂઝ :
રાજપીપલા કોવિદ હોસ્પિટલ સત્તાવાળા રિપોર્ટ મા આંકડાની માયાજાળ
આજે સાંજે 6વાગ્યા ના રિપોર્ટમાં નર્મદામા 23કેસ બતાવાયા અને ફરીથી પોણા 7વાગેબીજા 21કેસ વધી જતા કૂલ 44નો આંકડો બતાવતા આશ્ચર્ય !
આજે નર્મદા મા કોરોનાએ પોતાનો જ઼ નવો રેકોર્ડ તોડ્યો :
એકજ દિવસમાં 44કેસ નોધાયા
સતત વધતા જતો ગ્રાફ
ચિંતાનો વિષય
રાજપીપલા, તા19
નર્મદા જિલ્લા મા કોરોના વિસ્ફોટ સતત વધી રહ્યો છે. જેમાં આજે નર્મદા મા કોરોનાએ પોતાનો જ઼ નવો રેકોર્ડ તોડ્યો હતો. આજે એકજ દિવસમાં 44કેસ નોધાતા
સતત વધતા જતો ગ્રાફ
ચિંતાનો વિષય બન્યો છે.
જોકે આજે રાજપીપલા કોવિદ હોસ્પિટલ સત્તાવાળા રિપોર્ટ મા આંકડાની માયાજાળ મા ફસાયું હતું. જેમાં નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે06વાગે સત્તવાર આંકડા બહાર પાડ્યા હતા જેમાં નર્મદામાં 23કેસ બતાવાયા હતા.ત્યાર બાદ 6.45કલાકે પોણા કલાક પછી કોવિદ સત્તાવાળાએ ફરીથી આંકડા બદલીને નવા આંકડા જાહેર કર્યા હતા. જેમાં આજે નર્મદામા 44કેસ બતાવ્યા હતા. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો.આમ આજે કોરોનાએ પોતાનો વિક્રમ તોડી નવો વિક્રમ બનાવ્યો હતો
આજના 44કેસમાં
નાંદોદ મા 09કેસ, ગરુડેશ્વર તાલુકામાં 10,તિલકવાડા મા 04,ડેડીયાપાડા મા 05,સાગબારા મા 10અને રાજપીપલા મા 06કેસ મળી કૂલ 44કેસ નોંધાતા જિલ્લા ના પાંચેય તાલુકામાં કોરોના પ્રસર્યો હતો.
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૯ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪ સહિત કુલ-૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૪૧૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૭૧૪ નોંધાવા પામી હતી રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૨ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૫૯૫ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૫૧૧ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૫૯ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૫૦ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૬ અને વડોદરા ખાતે ૧૫ દરદીઓ સહિત કુલ-૨૦૦ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૭૪૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૦૭ સહિત કુલ-૧૭૪૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૯ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૪,૨૫૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૨૮ દરદીઓ, તાવના-૨૬ દરદીઓ, ઝાડાના ૨૩ દરદીઓ સહિત કુલ-૭૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૧૮૦૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૬૪૧૮ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા