ભદામ ગામના કરજણ નદીના કિનારા નદી પાર કરવા જતાં યુવાન ડૂબી ગયો.

ભદામ ગામના કરજણ નદીના કિનારા નદી પાર કરવા જતાં યુવાન ડૂબી ગયો.
6 દિવસ પછી નદીમાંથી યુવાનની લાશ મળી.
રાજપીપળા,તા. 18
ભદામ ગામના કરજણ નદીના કિનારા નદી પાર કરવા જતાં યુવાન ડૂબી જતા 6 દિવસ પછી નદીમાંથી યુવાનની લાશ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નાંદોદ તાલુકાના ભદામ ગામના કરજણ નદીના કિનારે કનુભાઈ ભંગાભાઈ વસાવા (રહે, સજવા મૂળ રહે ધમાણચા)ની મરણની નોંધ કરવામાં આવી છે.
બનાવની વિગત મુજબ મરનાર કનુભાઈ ભંગાભાઈ વસાવા (રહે, સજવા મૂળ રહે, ધમણાચા )તા.11/4/21 ના રોજ સાંજના છ એક વાગ્યાના અરસામાં કરજણ નદી પાર કરતો હતો તે વખતે નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો.અને પાણીમાં ડુબી જતાં તેની લાશ તા. 14/4/21 ના કલાક 10/30 વાગે કરજણ નદીના કિનારે ભદામ ગામના ઓવારા પાસેથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ જે ની ખબર જશીબેન દિલીપભાઈ મણિલાલ વસાવા( રહે, સજવા ફળિયાય )એ પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા