ડભોઇ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આરતી કરી 222 મી જન્મજયંતીની ઉજવણી કરતાં ભક્ત જણો દ્રશ્યમાન થાય છે

ડભોઇ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આરતી કરી 222મી જન્મજયંતીની ઉજવણી કરતાં ભક્ત જણો દ્રશ્યમાન થાય છે.ડભોઇ વાઘનાથ નજીક આવેલ જલારામ બાપાના મંદિર ખાતે વહેલી સવાર થી જ આજે જલારામ જયંતિ નિમિત્તે ભક્તો નું મહેરામણ ઉમટી પડ્યું હતું. ભક્તો દ્વારા જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે પાદુકા પૂજન, યજ્ઞ, સહિત ભંડારાનું આયોજન કરવમાં આવ્યું હતું.ડભોઇ વાઘનાથ નજીક જલારામ બાપાનું પૌરાણીક મંદિર આવલ છે આ મંદિર ખાતે વર્ષનો થી જલારામ જયંતિ ની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવતી રહી હોય ત્યારે આજે બાપાની 222મી જન્મ જયંતિ હોય નગર ના ભક્ત જનો દ્વારા ખાસ આયોજન કરી વહેલી સવારે પાદુકા પૂજન, મહા આરતી, સહિત ભવ્ય ભંડારાનું તેમજ સાંજે ભજન સંધ્યાનું આયોજન કર્યું હતું. જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે વહેલી સવાર થી જ ભક્તો ની ભારે ભીડ દર્શન કરવા ઉમટી પડી હતી. ભક્તજનો એ દર્શન કરી પરીવાર ની સુખ શાંતી અને સમુર્ધ્ધી માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.