ઓલપાડમાં આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાના પ્રતિક સમાન ઓલપાડ ખાતે આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર સહિત રાજ્યમાં વકરેલા કોરોનાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શ્રાવણ માસ દરમ્યાન લોકોની ભીડ મોટા પ્રમાણમાં ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડતી હોવાને કારણે મંદિરમાં દર્શનાર્થીઓ એકત્ર ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો જુના સિધ્ધનાથ મહાદેવ મંદિરે દેવાધિ દેવ મહાદેવના દર્શન માટે શ્રાવણ માસના સોમવારે લોકો પગપાળા દર્શન માટે જાય છે અને કાવડિયાઓ પણ મોટી સંખ્યામાં તાપી મૈયાનું જળ લઇને ચાલતા જતા હોય છે. જો કે, આ વર્ષે કોરોનાના પાપે ભક્તોને સિધ્ધનાથ મહાદેવના દર્શનનો લાભ મળશે નહીં.