તિલકવાડા તાલુકાના બુજેઠા ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા.
રાજપીપળા,તા.17
તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાતાં તિલકવાડા પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી અહેકો જીતેન્દ્રભાઈ જવાહરભાઈ તિલકવાડા પોલીસ એ આરોપી વિક્રમભાઈ મોહનભાઈ વણકર,સુધીરભાઈ સનાભાઇ વસાવા બંને (રહે, નવીનગરી,બુજેઠા) હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ વણકર (રહે,લીમપુરા )રમણભાઈ મોહનભાઇ પરમાર, સંજયભાઈ જશવંતભાઈ વણકર, સંજયસિંહ ગંભીરસિંહ કોઠીયા ત્રણેય (રહે, બૂંજેઠા) સામે ફરિયાદ કરી છે.
તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામની સીમમાં આવેલ કોતરમાં ઝાડી ઝાખરમાં જાહેરમાં પત્તાપાનાનો વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા રેડ દરમિયાન તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા.તેમની અંગજડતી માંથી રોકડા રૂ. 4820/- તથા દાવ પરના રોકડા રૂ.1200/- મળી કુલ રોકડા રૂ.6020/- તથા પત્તાપાના, સફેદ કલરનું મીણીયા કોથળી નું પાથરણું મળી આવેલ અને પકડાઈ ગયેલ તેમની વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી માસ્ક વગર જુગાર રમતાં પકડાઈ જતા પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા