નર્મદા બ્રેકીંગ
નર્મદા અને વડોદરા જિલ્લા ને જોડતો પોઇચા પુલ આજ થી નાના વાહનો માટે શરૂ કરી દેવાતા વાહનચાલકો અને મુસાફરોમા આનંદની લાગણી
રાજપીપલા, તા 16
નર્મદા અને વડોદરા જિલ્લા ને જોડતો પોઇચા પુલ આજ થી નાના વાહનો માટે શરૂ કરી દેવામાં આવ્યો છેજેના કારણે નર્મદા ના વાહન ચાલકો અને મુસાફરો મા આનંદની લાગણી જન્મી છે.
જોકે એસ ટી બસ અને ભારી વાહનો માટે હજુ શરૂ કરવામાં નથી આવ્યો એ વાહનો ને વાયા તિલકવાડા થઈ ને જ વડોદરા જવું પડશે
અત્રે ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બર 2020 ના રોજ આવેલ ભુકમ્પ ને કારણે પુલ ના સેટલમેન્ટ માં નુકશાન થયું હતુંઅને પુલ સેટલમેન્ટ નું સમારકામ કરવાનું હોવાથી 15 માર્ચ થી 16 એપ્રિલ સુધી તમામ વાહનની અવર જવર બંધ કરવામાં આવ્યો હતો.
વડોદરા થી રાજપીપલા જતા વાહનોએ હવે વડોદરા ડભોઇ તિલકવાડા ગરુડેશ્વર થઈ ને રાજપીપલા આવું પડી રહ્યું હતું જે હવે નાના વાહનો પોઇચા પુલ થી અવર જવર શરૂ કરી દેવામાં આવી છે. જેને કારણે 20 થી 30 કિલોમીટર નો ફેરવો વધુ થતો હતો તે હવે નહિ થાય
હાલ કોરોના મહામારી ના પગલે તંત્ર આ માનવીય અભિગમ ને નર્મદા જિલ્લા વાસી ઓ વધાવ્યો છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા