ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામ મા બે ટ્રેકટર લાકડા આપવામા આવ્યા
અંબાજી નજીક આવેલા અંતિમ ધામ મા છેલ્લાં કેટલાંક દિવસોથી લાકડા ખૂટી ગયા હતા
અંબાજી વન વિભાગ ના આર એફ ઓ પી એમ ભૂતડિયા ની સુંદર કામગીરી
અંબાજી વન વિભાગના આરએફઓ પી એમ ભૂતડિયાની સરાહનીય કામગીરી સામે આવી છે.
જલોત્રા વિસ્તરણ રેન્જમાથી 2 ટ્રેકટર લાકડા મોકલવામાં આવ્યા છે. અંબાજી માનવતા ટ્રસ્ટ તરફથી અંબાજી વન વિભાગને લાકડાં મોકલી આપવા જાણ કરવામાં આવી હતી. અંબાજી માનવતા ટ્રસ્ટ ના મહામંત્રી પ્રવીણ ભાઈ મોદી ની હાજરી મા આર એફ ઓ લાકડાં ભરેલા 2 ટ્રેક્ટર લઈને આવ્યા. આર એફ ઓ ભૂતડિયા સાહેબ નું મોટું નિવેદન કે જ્યારે જ્યારે અંતિમ ધામ ને લાકડા ની જરૂરિયાત પડશે ત્યારે વન વિભાગ વિના મૂલ્યે લાકડાં પૂરા પાડશે. કોવિડ હોસ્પિટલ મા જે લોકો મૃત્યુ પામે છે તેમને અંતિમ ધામ મા લાવવામાં આવે છે. હાલ માં એવરેજ 6થી 7 લોકો ના મૃતદેહો કોટેશ્વર અંતીમ ધામ મા લાવવામાં આવી રહ્યા છે. કોટેશ્વર અંતિમ ધામ મા વધૂ 2 સગડી લાવવામા આવી. વધુ મૃતદેહો આવતા સગડી ના સળીયા છુટા પડી ગયા હતા. અંબાજી આર એફ ઓ એ કોટેશ્વર અંતિમ ધામ મા રૂબરૂ આવી લાકડા પુરા પાડ્યા