આજ વાલીબાઈ આહીરાણી લાઠીનાં દરબારગઢમાં રાણીસાહેબા પાસે બેસવા આવ્યાં છે. ઉપલામાળનાં ઓરડે વાલીબાઈ અને રાણીસાહેબા વાતો એ વળગ્યા છે. છ મહિનાનો રાજકુંવર લાખાજી ગોહિલ પારણામાં પોઢ્યો છે. લાઠી મૂળ સેતા દરબારોનું જેને ગોહિલોએ સરકરી લીધેલું આમ લાઠીની ગાદી ઉપર ગોહિલો રાજ કરે છે. છ મહિનાનાં રાજકુમારને મૂકી દરબાર ગુજરી ગયા છે.
આ તકનો લાભ લઇ સેતા દરબારોએ માનમયું કે, અત્યારે લાઠીનું પડ રેઢુ છે. આંકડે મધ અને માખીયું વિનાનું કુંવર લાખાજીને પતાવી દય લાઠી પાછુ લઇ લઇએ. હાથમાં હથિયારો લઇ ટોળુ દરબારગઢમાં દાખલ થયું.
આહીરાણી વાલીબાઈ સાવધાન થઇ ગયા.
પોતાનાં આ ઓઢવાનાં પછેડાની પંડ્ય પાછળ ખોઇ વાળી લીધી. કુંવરને આ ખોયમાં લઇ લીધો ત્યાં તો ટોળુ દાદરો ચઢી ખૂલ્લી તલવારે ધસી આવ્યું પહેલા આવેલા આદમી ઉપર વાલબાઈએ પગમાં પહેરેલું કડલું કાઢી બહબહતો ઘા કર્યો સેતાનાં રામ રમી ગયા એની જ તલવાર આંચકી લઇ વાલીબાઈ રણચંડી બની, જેમ જેમ સેતા આવતા ગયા તેમ તેમ માંડી લોથો ઢાળવા. ભાન આવ્યું પોતાની પાસે લાઠીનો ટીલાત લટકે છે. વ્યૂહ ફેરવી, બચાવ કરતી, પાછા પગે પાછા પગે રસ્તો ગોતતી ગઢની રાંગેથી મકાન ભાળતા પડાળ માથે ભુસકો માર્યો ગાડી એક નળિયાનો કહુડલો બોલી ગયો આડી આવળી શેરીયું વટાવતી આહીરવાડા માં પોગી ગઇ આહીરવાડો એટલે અક્ષયગઢ સેતાઓ ભૂંડે મોઢે પાછા વળી ગયા, લાઠીનો રાજકુંવર લાખાજી ગોહિલ બચી ગયો. વાલીબાઈની રાજભક્તિની કદર કરી દરબારે ત્રણસો વિઘા જમીન ભેટમાં આપી. જે જમીન તેના વારસદારો કનાળા શાખનાં આહીરો પાસે છે.
વાલીબાઈ વંશવેલો ચાલ્યો આવે છે.
હાલ રાજકોટ પુલીશ ડિપાર્ટમેન્ટમાં લુણસીભાઈ કેશુરભાઈ કનાળા પોલીશ કોન્સ્ટેબલ છે.
માટે જ લોક કવીઓ લખ્યું છે.
મુખ થી જુઠુ કોઇ દી બોલે નહી ને નીરખે નહી પર નાર, આતો રાજા નુ પણ રક્ષણ કરે ઇ છે આહીર ના એંધાણ.
જાજા વેરી જોઇ ને કોઇ દી હૈયા માં ન પામે પામે હાર, લડવા મા પાછા ના હટે ઇ છે આહીર ના એંધાણ.
દીકરા કરતા દીકરી ભલી, જો શિલવંતી હોય દીકરો ઉજાળે, એકને દીકરી ઉજાળે દોય.
સૌજન્ય :- જે.પી. ડેર
ટાઈપિંગ :- અજય આહીર
જય મુરલીધર