રાજપીપલામા કોવિદ હોસ્પિટલની સુવિધા અને પૂરતા તબીબી સ્ટાફ ના અભાવે પીડાતા કોરોના દર્દીઓ અને પરિવાર ની સમસ્યા સામે આવ્યા હવે કાયદાના રક્ષકો.
સાંસદ મનસુખ વસાવા બાદ હવે નર્મદા બાર એસોસિએશનને રાજ્ય ના આરોગ્ય મન્ત્રીને પત્ર લખી કોવિદ હોસ્પિટલ ના ખસ્તા હાલ સામે સવાલો ઉઠાવ્યા.
કોરોનાની તથા અન્ય સારવાર
માટે દર્દીઓને વડોદરા, ભરૂચ, સુરતજવું પડે છે.
ઈમરજન્સી સારવાર ન મળતા દર્દીઓ મૃત્યુને ભેટે છે !
કોરોનાની સારવાર કરવા માટે પુરતાડૉકટર પણ નથી કે ઓકસીજન, કોરોનાની દવાઓ- ઈનજેકશન વિગેરેની પણ પુરતી
વ્યવસ્થા નથી.
એક માત્ર એડહોક એમ.ડી. ડૉકટર પણ હાલન હોમ-કોરન્ટાઈન છે.!
રાજપીપલા,તા 16
હાલના કોરોના સંક્રમણની વિકટ પરીસ્થિતીમાં નર્મદા
જિલ્લામાં આરોગ્યની પુરતી સુવિધાઓ પુરી પાડવા બાબતે નર્મદા બાર એસોસીસીએશને
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ,કલેકટરનર્મદાને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે
અત્રે નર્મદા જિલ્લાનું ભરૂચ જિલ્લામાંથી વિભાજન અને ૧૯૯૭ માં થયેલ અને તે
વિભાજનને ર૪ વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે અને અત્રેના નર્મદા જિલ્લાના
કેવડિયા ખાતે વિશ્વનું સૌથી મોટું સ્ટેચયુ ઓફ યુનિટી પણ બનાવવામાં આવેલ છે તેમ છતાં આજદિન સુધી નર્મદા જિલ્લાનું
વડુ મથકરાજપીપલામાં પાયાની આરોગ્યની જરૂરીયાત અને સેવાઓ, શિક્ષણ વિગેરે જેવી
જરૂરીયાતોથી નર્મદા જિલ્લો અને રાજપીપલાને આજદિન સુધી વંચીત છે. અને હાલની કોરોનાની કપરી પરીસ્થિતીમાં નર્મદા જિલ્લાની જનતાને કોરોનાની તથા અન્ય સારવાર
માટે વલખાં મારવા પડે છે. અને નજીકના મોટા જિલ્લાઓ જેવા કે, વડોદરા, ભરૂચ, સુરત
વિગેરે જગ્યાએ જઈ સારવાર લેવા જવું પડે છે. અને
અન્ય જિલ્લાઓમાં પણ જનાર દર્દીઓને પુરતી સારવાર મળતી નથી તથા હોસ્પીટલોમાં
જગ્યાઓ પણ નથી મળતી અને આમ, અન્ય જિલ્લામાં જતા પણ તેઓને પુરતી સારવાર
અને સુવિધાઓ ન મળતા ઘણાં લોકોના મૃત્યુ થાય છે. જે સંજોગોમાં અત્રેના નર્મદા
જિલ્લાના ઘણાં લોકોને ઈમરજન્સી સારવાર ન મળતા અને અન્ય જિલ્લામાં સારવાર લેવાજતી વેળાએ તેઓના મૃત્યુ થાય છે અને આમ, નર્મદા જિલ્લામાં યોગ્ય અને પુરતી
સારવાર ન મળવાથી લોકો ટપોટપ મરી રહ્યા છે. અને કોરોનાની સ્થિતી વકરતી જાય છે નર્મદા જિલ્લામાં કોરોનાની સારવાર કરવા માટે પુરતાડૉકટર પણ નથી કે ઓકસીજન, કોરોનાની દવાઓ- ઈનજેકશન વિગેરેની પણ પુરતી
વ્યવસ્થા નથી.
એ ઉપરાંત
છેલ્લાં ૨૪ વર્ષથી અત્યાર સુધી નર્મદા જિલ્લામાં એક પણ એમ.ડી. ફિઝીશીયન
ડૉકટર કે અન્ય સ્પેશીયલ જ્ઞાન ધરાવતા તબીબો નર્મદા જિલ્લાને મળેલ નથી. જેમાં હાલની પરીસ્થિતીમાં એક જ એડહોક એમ.ડી. ડૉકટર કાર્યરત છે અને જેપણ હાલના સંજોગોમાં હોમ-કોરન્ટાઈન છે. જેથી નર્મદા જિલ્લામાં કોરોનાના સંક્રમણથી
મૃત્યુનું તાંડવ પુર જોશમાં ચાલી રહ્યું છે અને પ્રથમથી જ નર્મદા જિલ્લામાં નસિંગ સ્ટાફ
પેરા-મેડિકલ સ્ટાફ અને અન્ય તજજ્ઞ ડૉકટરની અછત છે અને તેમાં હલની ગંભીર
પરીસ્થિતીમાં નસિંગ સ્ટાફ, પેરા-મેડિકલ સ્ટાફ તથા તજજ્ઞ ડોકટરને અન્ય જગ્યાએ
અન્ય જિલ્લાની હોસ્પીટલોમાં અન્ય જિલ્લાના લોકોની સારવાર માટે સ્થળાંતરીત કરવામાં
આવી રહેલ છે. આ પ્રકારના નિર્ણયથી નર્મદા જિલ્લાની
પ્રજાને ક હાડમારી વેઠી રહી છે.
વધુમાં
હાલ કોરોના સંક્રમણમાં કોરોનાને રોકવા અને તેની ચેન તોડવા અને કોરોનાની સારવાર
માટે ઓકસીજન કે અન્ય તબીબી સાધનો પુરતા પ્રમાણમાં ઉપલ્બધ નથી પરંતુ જેટલા
ઉપલ્બધ છે તેનો પુરેપુરો ઉપયોગ કરવા માટે પુરતા ટેકનીશયન નથી કે તેનો ઉપયોગ
કરનાર જાણકાર તબીબી કે અન્ય કર્મચારીઓ નથી.
હાલમાં નર્મદા જિલ્લામાં ઉપલ્બધ
વેન્ટીલેન્ટ તથા અન્ય સાધનો અન્ય જિલ્લામાં સ્થળાંતરીત કરવામાં આવી રહેલ છે તેવુંજાણવા મળેલ છે તેનું કારણ પણે સમજી શકાય તેમ નથી. જેથી આરોગ્યવર્ધક દવાઓ
અને સાધનો અને સુવિધાઓ નર્મદા જિલ્લાને પુરી પાડવા માટે વિનંતી કરી છે
અને નર્મદા જિલ્લા વકિલ બાર એશોશીયેશને નર્મદા જિલ્લામાં હાલની પરીસ્થિતી જોતા
કોરોનાની સારવાર કરવા માટે સક્ષમ અને યોગ્ય લાયકાત ધરાવતા ડૉકટર તથા
કોરોના સંકમણથી જે રીતે ફેંફસા તથા શરીરના અન્ય ભાગોમાં કોરોના અસર કરે છે તેવા
ફેંફસાના તથા ચેપી રોગોના નિષ્ણાંત ડૉકટર તથા એમ.ડી. ફીઝીશીયન જેવ
ડોકટર તથા નર્સિગ તથા પેરા મેડિકલ સ્ટાફ અને અદ્યતન સાધનોને અમલમાં
લાવવા માટે નિષ્ણાંત ટેકનીશીયન સ્ટાફ તથા જરૂરી ઈનજેકશન અને દવાઓ તાકીદે પુરા
પાડવા માટે લેખિત રજૂઆત કરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા