સુરતમાં 14 દિવસની બાળકીનું કોરોનાથી મોત.

સુરતમાં 14 દિવસની બાળકીનું કોરોનાથી મોત. દીકરીને હૈયે લગાવી પિતા આક્રંદ કરતા બોલ્યા. ” જેને કન્યાદાન કરવાના સપના જોયા હતા તેનું હવે તર્પણ કરવું પડશે.”
તે દીકરીનું નામ યશ્વીનીબા પાડવાની ઈચ્છા હતી અને નામ પાડતા પહેલા જ તે જતી રહી.- પિતા.
વરાછા ની ડાયમંડ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી 14 દિવસનું સારવાર દરમિયાન અંતે મોત થયું. દીકરીને હાથમાં લેવા તરસી રહેલા પિતા ધ્રુસકે ધ્રુસકે રડતા કહેવા લાગ્યા : દીકરીનું નામ યશ્વિનીબા પાડવું હતું પણ નામ પડતાં પહેલાં જ તે જતી રહી.
કોરોના ની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ છે. છેલ્લા 30 દિવસમાં 10 વર્ષ સુધીના 286 બાળકોને કોરોના થયો છે. જેમાં 14 દિવસની બાળકી સહિત 3 શિશુના મોત થઈ ચૂક્યા છે.