બે ટ્રકો વચ્ચે અકસ્માત નડતા સર્જાયેલી દુર્ઘટના

નાંદોદ તાલુકાના મોટાલીમટવાડા ગામ પાસે રોડના વળાંકમાં બે ટ્રક અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત.

બે ટ્રકો વચ્ચે અકસ્માત નડતા સર્જાયેલી દુર્ઘટના

રાજપીપળા,તા૧૫

નાંદોદ તાલુકાના મોટાલીમટવાડા ગામ પાસે રોડના વળાંકમાં બે ટ્રક અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત નીપજ્યુંછે, જ્યારે બીજાને ગંભીર ઇજા થવા પામી હતી.
આ અંગે રાજપીપળા પોલીસ મથકે ફરીયાદી હર્ષદભાઈ
અરવિંદભાઇ બારીયા (રહે, સુરવા મંદિર કૃળિયુ તિલકવાડા)એ આરોપી જગદીશભાઇ કાલીદાસ વસાવા (રહે.
કદવાલી તા. વાલીયા જી. ભરૂચ) સામે પર ફરીયાદ કરી છે.

જેમા ફરીયાદની વિગત મુજબ આરોપી જગદીશભાઇ કાલીદાસ વસાવાએ પોતાના કબજામાની ટ્રક નંબર જીજે ૩૪
ટી૦૮૨૫ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હર્ષદભાઈની ટ્રક નંબર જીજે ૧૬ ડબ્લ્યુ ૩૦૦૮ સાથેઅથાડી અકસ્માત કરેલ સ્મા હર્ષદભાઇને શરીરે ડાબા હાથે કાંડાના ભાગે તથા જમણા હાથના ખભાના ઉપર
તથા જમણી બાજુ પાંસળીના ભાગે તથા શરીરે ઈજાઓ પહોચાડી તથા પોતાને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓપહોચાડી ચાલક જગદીશભાઇ કાલીદાસ વસાવાનું મોત નીપજ્યુ હતુ. પોલીસે અકસ્માત મોત ગુનાની ફરિયાદ
નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા