નર્મદા જિલ્લામાં ટીમરૂ વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે.
બીલી બદલ ઉદ્યોગ કરોડનું ટર્ન ઓવર કરતો ટીમરૂ ઉદ્યોગને પડશે મોટો ફટકો.
નર્મદા વનવિભાગે ન થતા ટીમરૂના સંવર્ધન માટે રુટ કટીંગ પદ્ધતિ અપનાવી ટીમરૂના સંવર્ધન માટે શરૂ કરાયેલા પ્રયાસો !.
એક પરિકલ્પના ટીમરૂના ઝાડના જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા મૂળના વિસ્તારનું સર્કલ બનાવી મૂળને થોડે થોડે અંતરે થી કાપી નાખવામાં આવે છે.
દરેક કપાયેલા ભાગમાંથી સીધું નવું વૃક્ષ તૈયાર થાય છે.
એક વૃક્ષમાંથી 30થી 40 નવા ટીમરૂના છોડ તૈયાર થઈ જાય છે.
રાજપીપળા,તા. 15
એક જમાનામાં નર્મદા જિલ્લામાં જોવા મળતા ટીમરૂના ઝાડોની સંખ્યા ક્રમશઃ ઘટાડો થતાં ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે નર્મદા વન વિભાગના વન અધકારી એ
વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં જોવા મળતા વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે આવી ગઈ છે. અહીંનું વાતાવરણ અને જમીન ટીમને અનુકૂળ આવતું ન હોવાથી ટીમરૂના ઝાડો હવે ઝાઝા વિકસતા નથી વડે ટીમનું એક ઝાડ જલ્દી ઊગતું નથી. તેને વિકસતા વર્ષો લાગી જાય છે. અહીંના પર્યાવરણ વારંવાર બદલાતો હોવાથી તથા વરસાદી માહોલ વખતે ટીમરૂમાં રોગ લાગે જાય ત્યારે આ ટીમરૂના પાન ખરાબ થઈ જાય છે. અહીંનું તાપમાનનો ગાળો બદલાતો હોવાથી તેમજ જમીનની માટી આ વૃક્ષને અનુકુળ આવતી ન હોવાથી ક્રમશઃ ટીમરુની સંખ્યા ઘટી રહી છે. જે ચિંતાનો વિષય છે.
આ અંગે નર્મદા વન વિભાગના નાયબ વન સંરક્ષણ એ.ડી ચૌધરીએ જણાવ્યું હતું છે કે આ ટીમરૂના પાનના ઝાડો ની લુપ્ત થતી જાતિના જતન અને સંવર્ધન અર્થે નર્મદા વનવિભાગે રૂટ્સ કટીંગ ની નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ટીમરૂના સંવર્ધન માટે પ્રયાસો શરૂ કર્યા કરાયા છે. જેમાં એક પરિપક્વ ટીમરૂના ઝાડના જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા મૂળ વિસ્તારો વાળુ સર્કલ બનાવી મૂળ થી થોડે થોડે અંતરે થી કાપી નાખવામાં આવે છે. આવા 30થી 40 મૂળના કટિંગ કરવામાં આવે છે. જેના દરેક કપાયેલા ભાગમાંથી સીધું નવો છોડ તૈયાર થઈ જાય છે. આમ એક વૃક્ષમાંથી 30થી 40 નવા ટીમરૂના છોડ તૈયાર થઈ જાય છે. આતે લુપ્ત થતી જાતિને બચાવીને તેની સંખ્યા વધારવાનું વનવિભાગે સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા