*રૂા.૧૫૦ કરોડના હેરોઇનના જથ્થા તથા પાકિસ્તાની બોટ તથા 8 ઇસમોને મધદરીયેથી પકડી પાડતી ગુજરાત ATS, SOG દ્વારકા તથા કોસ્ટગાર્ડ.*
એ.ટી.એસ.ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયા નાઓને બાતમી મળેલ હતી કે પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારત પાકિસ્તાન IMBL પરથી જખૌથી આશરે ૪૦ નોટીકલ માઇલ પાકિસ્તાનની બોટ ‘‘નુહ’’ માં આવવાનો છે અને પંજાબ જવાનો છે. જે બાતમી આધારે એ.ટી.એસ.ની ટીમ તથા દ્રારકા એસ.ઓ.જી. જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડ ના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ આવી પેટ્રોલીંગમાં રહેલ દરમ્યાન ગઇ મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે જખૌથી ૪૦ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘‘નુહ’’ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરી આ બોટમાં રહેલ આઠ પકિસ્તાની ઇસમો તથા તેમના કબ્જામાં રહેલ ૩૦-કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે ૧૫૦-કરોડનો તથા આ પાકિસ્તાની ‘‘નુહ’’ બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.