નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ

નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ

રાજપીપલા, તા 12

નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે પટાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતા તેની સામેરાજપીપલા પોલીસ મથકે ફરિયાદકરી છે

જેમાં ફરીયાદી પુનાભાઈ દલસુખભાઈ વસાવા (ઉ.વ.આ.૬૫ રહે.વાવડી કંગાળ ફળિયું તા.ના દોદ જી.નર્મદા)એ આરોપી
અલ્લેશભાઈ જીતેન્દ્રભાઈ વલવી (રહે.ગોપાલપુરા તા.નાદોદ.જી.નર્મદા) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી પુનાભાઈ દલસુખભાઈ વસાવાની સગીર વયની પૌત્રી ભોગ બનનાર
ને આરોપી અલ્લેશભાઈ જીતેન્દ્રભાઈ વલવી જે પોતે
પરણીત હોય અને એક સંતાનનો પિતા હોવા થતા પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પટાલી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી
ભગાડી જતા તેની સામે વાલીએ કાયદેસરની ફરિયાદ કરતા રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા