*17 મી ફેબ્રુઆરીથી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ*

ગાંધીનગરઃ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત, પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતીઓ (સીએમએસ)ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું શિખર સંમેલન 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે.