અમદાવાદ: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ આજે સમાજમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર આપવાનું આવવાનું આહવાન કર્યું.

*ભારત સરકાર દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રસાશીકા રાજયોગીની દાદી જનકીજીની સ્મૃતિમાં ટપાલ ટિકિટ નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે બહાર પાડવામાં આવી.

અમદાવાદ: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ આજે સમાજમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર આપવાનું આવવાનું આહવાન કર્યું.

ગઈકાલે 4.30 કલાકે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર આયોજિત પ્રસંગે બ્રહ્માકુમારીઝ સંસ્થાનાના પૂર્વ પ્રમુખ દાદી જાનકીજીની સ્મૃતિમાં પોસ્ટ ટિકિટ બહાર પાડતા ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈકેયા નાયડુએ બ્રહ્માકુમારીઝ સંસ્થા અંગે જણાવ્યુંકે આ આધ્યાત્મિક અભિયાનનું નેતૃત્વ મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે. સમાજમાં મહિલાઓ વિરુદ્ધ થતો ભેદભાવ સમાજના નૈતિક મૂલ્યોના પતનને વ્યક્ત કરે છે, જેને બદલવાની આવશ્યકતા છે.
2019માં બ્રહ્મકુમારીઝ શાંતિવનમાં દાદી જાનકીજી સાથેની મુલાકાતને યાદ કરતા ઉપરાષ્ટ્રપતિજીએ દાદીજીને વર્તમાન સમયના પ્રતિભાવાન આધ્યાત્મિક ગુરુ બતાવ્યા.
જનસેવામાં આનંદ પ્રાપ્ત કરવાનો આગ્રહ કરતા ઉપરાષ્ટ્રપતિ જે લોકોને covid મહામારી દરમિયાન જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાની અપીલ કરી. તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા એક આધ્યાત્મિક ગુરુની યાદમાં પોસ્ટ ટિકિટ બહાર પાડવી એ અભિનંદન કાર્ય છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, બ્રહ્માકુમાર બ્રિજમોહનભાઈ, બ્રહ્માકુમાર મૃત્યંજયભાઈ, બ્રહ્માકુમારી આશાબહેન, શિવાની બહેન સહિત અનેક વિશિષ્ટ અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.