કોરોના સંક્રમણ બધા કુબેર ભંડારી મંદિર 13 એપ્રિલ થી અચોક્કસ મુદ્દત માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો.
રાજપીપળા,તા. 13
વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં કોરોના વધુ ફેલાવો ના થાય તે માટે કુબેર ટ્રસ્ટીમંડળ એ જ રીતે 13/4/21 (મંગળવાર)થી અચોક્કસ મુદત માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.મંદિરના ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાએ તમામ ભક્તોએ એ નોંધ લેવા જણાવેલ તથા મંદિર તરફથી તમામ સેવાઓ ટ્રસ્ટને લગતા તમામ મંદિર પણ બંધ રાખવામાં આવશે અને ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા રાખવામાં આવી છે તેમ જણાવાયું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા