200 વખત પંચકોષી,500 વખતે ઉત્તરવાહિની,100 વખત મોટરમાર્ગે પરિક્રમા કરી ચૂકેલા નર્મદા પુત્ર સાવરીયા મહારાજ આ વખતે કોરોનાને કારણે પંચકોષી નર્મદા પરિક્રમા કરશે નહીં.
આ વખતે ચૈત્રી માસની પંચકોષી નર્મદા પરિક્રમા રદ કરવામાં આવી છે.
ચૈત્ર માસમાં 21 કિ.મી.ની પંચકોષી નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ.
1 દિવસમાં 3 કલાકમાં આ પરિક્રમા કરી શકાય છે.
ગુજરાતમાં એકમાત્ર નર્મદામાં ઉત્તરવાહિની છે જ્યારે મધ્યપ્રદેશમાં 9 ઉત્તરવાહીની છે.
રાજા બલિના વખતથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો.
રાજપીપળા, તા.12
13 એપ્રિલ થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો હોવાથી ચૈત્રના પ્રારંભથી જ નર્મદા માં એક માત્ર ઉત્તરવાહિની પંચકોશી નર્મદાની પરિક્રમા પણ શરૂ થાય છે.આ વખતે કોરોના સંક્રમણ નિખારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા પરિક્રમા બંધ રાખવામાં આવી છે.જોકે અનેક વાર પરિક્રમા કરી ચૂકેલા નર્મદા પુત્ર સાવરીયા મહારાજ દર વર્ષની જેમ આ વર્ષે પણ રામપુરા ઉત્તરવાહિની કીડીમંકોડી ઘાટ થી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવાના હતા. પણ સરકારની ગાઇડ લાઇન અને આદેશ મુજબ પોતે પણ પરિક્રમા કરશે નહીં અને લોકોને પણ પરિક્રમા ન કરવા અપીલ કરી છે.
આમ તો 30 દિવસની 21 કિ.મી.ની પંચકોષી ઉત્તરવાહિનીથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કીડીમકોડી ઘાટ થી પ્રારંભ થયા થાય છે ત્યાંથી યોગાનંદ આશ્રમ,10 અવતાર રણછોડજી મંદિર, ધનેશ્વર, અવધૂત આશ્રમ,તપોવન, રામાનંદ, ગોપાલેશ્વર, તિલકવાડા, મણીનાગેશ્વર, રેંગણ, સાંજરોલી ઘાટથી નાવડી માં બેસી કીડીમંકોડી ઘાટ પાંડવગુફા, ધર્મેશ્વર, ભીમનાથ, પોઇચા પુલ થી તિલકવાડા, રામપુરા, સુધીની યાત્રા હોય છે.
અત્યાર સુધીમાં સૌથી વધુ વાર નર્મદા નર્મદા પુત્ર સાવરીયા મહારાજ કરી ચૂક્યા છે.200 વખત પંચકોષી,500 વખતે ઉત્તરવાહિની,100 વખત મોટરમાર્ગે પરિક્રમા કરી ચૂકેલા નર્મદા પુત્ર સાવરીયા મહારાજ અનોખો વિક્રમ ધરાવે છે અને દર વરસે વધતો જાય છે તેને કોઈ તોડી પણ શકતું નથી . નર્મદા પુત્ર સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રિમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો ભક્તો પરિક્રમામાં જોડાય છે.1 દિવસમાં 3 કલાકમા આ પરિક્રમા કરી શકાય છે.
જે લોકો ચાલી ન શકે અશક્ત કે અપંગ કે બીમાર હોય તેમના માટે મોટરમાર્ગે દરરોજ પરિક્રમા થાય છે.આ પરિક્રમા કરવાથી 31 પેઢીનો મોક્ષ મળે છે તથા 3750 કિમી પરિક્રમા નું ફળ પણ મળે છેગુજરાતમાં એક જ જગ્યાએ ઉત્તરવાહિની છે જ્યારે મધ્યપ્રદેશમાં 9 ઉત્તરવાહિની છે.રાજા બલિના વખતથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો.આ વર્ષે કોરોના ને કારણે પરિક્રમા બંધ રાખવામાં આવી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા