*અંજુ-નરશી પારિતોષિક સમારોહ’’ માં પ્રતિભાવંતોને ગૌરવવંતુ સન્માન કરતા રાજ્ય શિક્ષણમંત્રી*

*અંજુ-નરશી પારિતોષિક સમારોહ’’ માં પ્રતિભાવંતોને ગૌરવવંતુ સન્માન કરતા રાજ્ય શિક્ષણમંત્રી*

 

બોટાદ, સંજીવ રાજપૂત: જેની ગણના રાજયના સાહિત્યક્ષેત્રના શ્રેષ્ઠ એવોર્ડ્સ પૈકીના એવોર્ડ્સમાં થાય છે; જેની અર્પણવિધિ કરવા કુંડળધામ ખાતે શ્રી અક્ષર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ તથા બાલવિચાર પરિવાર આયોજિત પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ “અંજુ-નરશી પારિતોષિક સમારોહ’’ માં પ્રતિભાવંતોને ગૌરવવંતુ સન્માન કર્યું હતું.

માત-પિતાની હયાત સ્મૃતિમાં, એમની વંદના કરવાના હેતુથી સાહિત્યની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવાના એકમાત્ર ધ્યેય સાથે સાહિત્યકારોની પ્રતિભાને પોંખવા ઉપરાંત કલા, સંસ્કૃતિ, શિક્ષણ અને સમાજ સેવાના ભેખધારી એવા વિશિષ્ટ વ્યક્તિઓને પ્રતિ બે વર્ષે કોઈપણ પ્રકારના આર્થિક સહકાર વગર અપાતા “અંજુ-નરશી પારિતોષિક”ના આયોજનની આ તકે રાજયમંત્રીશ્રીએ સરાહના કરી હતી.