*ધોરડોના રણોત્સવની જેમ માંડવીમાં દર વર્ષે વ્હાઇટ સેન્ડ બીચ ફેસ્ટિવલ ઉજવાશે, બીચ ફેસ્ટિવલનો પ્રારંભ*

માંડવી: રણોત્સવના કારણે ધોરડોનું સફેદ રણ વૈશ્વિક સ્તરે પ્રવાસન માટે જાણીતું બન્યું છે ત્યારે માંડવીમાં પણ દર વર્ષે વ્હાઇટ સેન્ડ બીચ ફેસ્ટિવલ યોજીને દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં આવશે તેમ માંડવીના રમણીય સાગર તટે ટેન્ટ સિટીનું ઉદ્દઘાટન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.