*અંબાજી ટ્રકે બાઈકને ટક્કર મારતા અંબાજી મંદિરના ગાર્ડનું મોત*

અંબાજી છાપરી હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી મંદિરના જીઆઈએસએફના ગાર્ડનું મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને અંબાજી કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર ટ્રકનો આગળના ભાગનો કાચ પર પથ્થરમારો થયો હવાની શક્યતા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.