જામનગર ખાતે 14મી એપ્રિલના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડૉ.બાબા સાહેબની પ્રતિમાને સોશ્યલ ડીસ્ટન્સ સાથે ફુલહાર કાર્યક્રમનું થશે આયોજન

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની અખબારી યાદી મુજબ તા.૧૪ મી એપ્રીલ નાં રોજ ભારત ના ઘડવૈયા “ભારત રત્ન” ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ ઉજવણી ના સંદર્ભમાં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ ની સુચના મુજબ જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો ૧૪ મી એપ્રીલ નાં રોજ ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે “કોરોના” મહામારી તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ સાથે સવારે ૯-૦૦ કલાકે,લાલ બંગલા સકૅલ જામનગર,ડૉ.બાબા સાહેબ ની પ્રતિમા ને સોશ્યલ ડીસ્ટન્સ સાથે ફુલહાર કરવા ના કાર્યક્રમ નું કરાશે આયોજન.
ઉપરોક્ત કાયૅક્રમમાં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો એ સરકાર શ્રી ની ગાઈડ લાઈન તેમજ સોશ્યલ ડીસ્ટન્સ રાખીને ફુલહાર કાર્યક્રમમાં ભાગ લેશે.