*જામનગરના બલાછડી ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણમંત્રી*
જામનગર, સંજીવ રાજપુટ: સૈનિક શાળાના “૬૨માં વાર્ષિક મહોત્સવ” નિમિત્તે માન. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને પદક તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.
સૈનિક શાળા બાળકોના જીવનમાં જ્ઞાન સાથે રક્ષા, બહાદુરી અને રાષ્ટ્રસેવાનો ભાવ ઉજાગર કરી નવો ઉમંગ અને ચેતના જગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ત્યારે બાલાછડી, જામનગર ખાતે આવેલ સૈનિક શાળાના “૬૨માં વાર્ષિક મહોત્સવ” નિમિત્તે માન. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને પદક તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા.
અભ્યાસ કરી રહેલા સૌ વિદ્યાર્થીમિત્રો પોતાની કારકીર્દીને ઉંચી ઉડાન આપી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનશે તેવો આ તકે રાજ્ય શિક્ષણ મંત્રીએ દૃઢ વિશ્વાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં સૈનિક શાળાના પ્રધાનાચાર્ય, કર્મચારીગણ, શાળા સમૂહના સભ્યઓ, વિદ્યાર્થીઓ સહિત વાલીગણની સૂચક ઉપસ્થિતિ રહી.