*પતિ-પત્નીએ સુવર્ણ મેડલ મેળવી બી જે મેડિકલ કોલેજનું વધાર્યું ગૌરવ*

*પતિ-પત્નીએ સુવર્ણ મેડલ મેળવી બી જે મેડિકલ કોલેજનું વધાર્યું ગૌરવ*

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગામ: વચલીઘોડી હાલ: અમરેલી રાજેન્દ્રસિંહજી સજુભા જાડેજા (વિકાસ અધિકારી LIC)ના પુત્ર ડૉ. કૃષ્ણદેવસિંહજી જાડેજા (MS સર્જન) ગુજરાત યુનિ. બીજા ક્રમે તથા તેમના ધર્મપત્નિ ડૉ. ભૂમિબા કૃષ્ણદેવસિંહજી જાડેજા (MD એનેસ્થેટીક) સમગ્ર ગુજરાત યુનિ. પ્રથમ આવેલ છે અને ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તેમણે બે ગોલ્ડમેડલ પ્રાપ્ત કરેલ છે અને બી. જે. મેડીકલ કોલેજ અમદાવાદનું ગૌરવ વધારેલ છે.

ડૉ. ભૂમિબા મહાવીરસિંહજી સરવૈયા (સાંખડાસર) હાલ ભાવનગરના દિકરીબા છે. આ ગૌરવ બદલ જાડેજા અને સરવૈયા પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. ડૉ. કૃષ્ણદેવસિંહજી હાલ પુના ખાતે યુરો સર્જરી સુપર સ્પેશ્યાલીટી માં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.