પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા દેડીયાપાડા સાગબારા તાલુકાના ચાર શિક્ષકોને નોટિસ.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નર્મદા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા દેડીયાપાડા સાગબારા તાલુકાના ચાર શિક્ષકોને નોટિસ.

ચાર શિક્ષકો તેમની ફરજ ઉપર

ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા હોય વારંવાર નોટિસ પાઠવવા છતાં કોઈ જવાબ ન આપતા પ્રાથ.જિલ્લા શિક્ષણ અધિકારીની લાલ આંખ.

દીન 5 માં ખુલાસો સાથે રૂબરૂ હાજર નહીં થાય તો સરકારી સેવા માંથી બરતરફ કરવાની આખરી નોટિસ ફટકારી.

રાજપીપળા,તા.10

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નર્મદા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા દેડીયાપાડા, સાગબારા તાલુકાના ચાર શિક્ષકોને તેમની ફરજ ઉપર ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા હોય વારંવાર નોટિસ પાઠવવા છતાં કોઈ જવાબ ન આપતા પ્રાથ.જિલ્લા શિક્ષણ અધિકારીની લાલ આંખ કરી નોટિસ ફટકારી છે. જેમાં દીન 5 માં ખુલાસો સાથે રૂબરૂ હાજર નહીં થાય તો સરકારી સેવા માંથી બરતરફ કરવાની આખરી નોટિસ ફટકારી ચીમકી આપતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલે જારી કરેલા નોટિસમાં જણાવ્યું છે કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નર્મદા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં વિદ્યાસહાયકોની શિક્ષકો તેમની ફરજ પરથી ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલ છે.તેઓને સંબંધિત શાળાના મુખ્ય શિક્ષક અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા ફરજ પર હાજર થવા જાણ કરેલ છે. ઉપરાંત કચેરી દ્વારા નોટિસ આપી ફરજ નિષ્ઠાનો અભાવ બેદરકારી અને બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ અમલમાં બંધારણ વલણ દાખવવા સરકારી સેવામાં તરફ કેમ નહીં કરવા ? તે અંગે ખુલાસો આપવા સુધી અવાર-નવાર નોટિસ તેમ જ તેમના સેવાપોથીમાં દર્શાવેલ રહેઠાણના સરનામે મોકલવા છતાં કોઈ પ્રત્યુત્તર મળેલ નથી.

જેથી અધિકારીના રૂબરૂમાં દીન પાંચમાં લેખિત નિવેદન ખુલાસો સાથે રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું છે.જો નિયત સમયમાં હાજર નહીં થાય તો સંબંધિત કર્મચારીઓને સરકારી નોકરીની જરૂર નથી અને પોતે કંઈ કહેવા માંગતા નથી કે ફરજ ઉપર હાજર થવા માંગતા નથી, તેમ માની એક તરફી નિર્ણય લઇ સરકારી સેવામાં થી બરતરફ કરવામાં આવશે એવી આખરી નોટિસ ફટકારતાં ગુલ્લેબાજ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

આચાર શિક્ષકોમાં 1)ચૌધરી હર્ષાબેન ડાહ્યાભાઈ પ્રાથમિક શાળા, મોવી તા. સાગબારા (વતનનું સરનામું ચૌધરી હર્ષાબેન ડાહ્યાભાઈ બ્લોક નંબર 182/ 3 ચ ટાઈપ સેક્ટર 30 જિ.ગાંધીનગર )તથા 2)ટેલર દિપીકાબેન ધનસુખભાઈ પ્રાથમિક શાળા ભાદોડ તા. સાગબારા (વતનનું નામ લાલચંદ સ્કુલની સામે મહાત્મા ગાંધી રોડ ઘર નંબર 1288 બીલીમોરા જી.નવસારી)3. પટેલ યોગેશ મકાનજી સોરતા તા.સાગબારા મૂળ વતન મુપો. ખરોલી. તા.ચીખલી જી.નવસારી)4 તથા પટેલ દેવેન્દ્રભાઈ નટવરભાઈ માથાસર, તા.દેડીયાપાડા (મૂળ વતન, અરંજણવાવ તા. બાયડ જી.અરવલ્લી )સામે નોટિસ ફટકારી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા