*બેરાજા ગામ ખાતે યોજાયેલ સંમેલનમાં શ્રી પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સ્વાગત*

*બેરાજા ગામ ખાતે યોજાયેલ સંમેલનમાં શ્રી પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સ્વાગત*

જામનગર, સંજીવ રાજપૂત: બેરાજા ગામ ખાતે ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભા નું આયોજન કરવામાં આવેલ. માનનીય સાંસદ તથા ૧૨ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ એ બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરેલ. આ તબ્બકે પૂનમબેન માડમએ નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ અંતર્ગતની કેન્દ્રસરકાર દ્વારા જીવનને સરળ બનાવવામાં સહાયરૂપ થનારી અનેકવિધ યોજનાઓ ની ચર્ચા કરેલ, તથા ફરી એકવાર જંગી બહુમતી થી ચૂંટવા હાકલ કરેલ. તેઓ એ ભારત દેશ ની તથા ૧૨ લોકસભા સીટની હેટ્રિક વિજય માં જંગી મતદાન કરી સહભાગી બનવા હાકલ કરેલ.

આ તબ્બકે ૧૨ લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, દેવભૂમિ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, વિસ્તારક નટવરભાઈ પટેલ સહીત ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લાના હોદેદારો, પદાધિકારીઓ, ગ્રામજનો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાના પ્રમુખો વગેરે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.