*મહિલા ધારાસભ્યની IPS અધિકારીને ધમકી, તારી ઔકાત દેખાડી દઈશ*

છત્તીસગઢમાં કોંગ્રેસના મહિલા ધારાસભ્યે મહિલા આઈપીએસને ઓકાત દેખાડી દેવાની ધમકી આપ્યા બાદ બંને વચ્ચે થયેલી જીભાજોડીના દ્રશ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. છત્તીસગઢની એક સીમેન્ટ ફેકટરીમાં થયેલા અકસ્માતમાં એક મજૂરનું મોત થયા બાદ સ્થાનિક કોંગ્રેસ વિધાયક શકુંતલા શાહૂની આગેવાનીમાં લોકોએ દેખાવો શરૂ કર્યા હતા.