*જથ્થાબંધ મોંઘવારી દર આઠ મહિનાની ઊંચાઈએ*

નવી દિલ્હીઃ મોંઘવારી મોરચે જાન્યુઆરીના જથ્થાબંધ ફુગાવાનો દર સરકારને ચિંતિત કરનારો છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1 ટકા આવ્યો છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.59 ટકા હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડુંગળી અને બટાટા જેવા શાકભાજીની કિંમતો વધવાથી મોંઘવારીમાં વધારો થયો છે. જાન્યુઆરી, 2019માં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.76 ટકા હતો. વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આંકડા મુજબ બિન ખાદ્યપદાર્થોની કિંમતો ડિસેમ્બરના 2.32 ટકાથી આશેર ત્રણ ગણી વધીને 7.8 ટકા થઈ હતી. આ સમયગાળામાં ડુંગળીની કિંમતો 293 ટકા વધી હતી, જ્યારે બટાટાની કિંમતોમાં 37.34 ટકા વધી હતી.