*અમદાવાદની કળા-સંસ્કૃતિને પરિભાષિત કરતો ઉત્સવ*

અમદાવાદઃ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સતત ત્રીજા વર્ષે 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ચાલશે. યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિની પહેલ હંમેશા કળાના વિવિધ સ્વરુપે જેવાકે, ચિત્રકળા, મૂર્તિઓ, પ્રતિષ્ઠાનો, સંગીત, નૃત્ય અને રંગમંચના મૌલિક, વિવિધ તેમજ અનોખા કાર્યોને શોધવા અને તેને પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અભિવ્યક્તિએ કળાના આ સ્વરુપો થકી કલાત્મક સંસ્કૃતિને પરિભાષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટે શહેરના સ્વદેશી રચનાત્મક વિચારોને પોતાના ભાવ પ્રદર્શન માટે એક મંચ આપ્યો છે.