આજના મુખ્ય સમાચારો*
*dete*
0️⃣9️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*RT-PCR ટેસ્ટને લઈને ICMRએ જાહેર કરી નવી ગાઇડલાઇન*
*સરકારના કેસનો આંક ઘટાડવા માટે નવું ગતકડું હોય તેમ લાગી રહયું છે*
ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં રોજના 3 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ICMRએ કોરોના ટેસ્ટ રિપોર્ટને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જોકે, આ નવી ગાઇડલાઇન સરકારના કોરોના કેસનો આંક ઘટાડવા માટે નવું ગતકડું હોય તેમ લાગી રહયું છે.ICMRએ જાહેર કરેલ નવી ગાઇડલાઇન મુજબ RT-PCR ટેસ્ટમાં Ct વેલ્યુ 35 અથવા તેના કરતા વધુ હશે તો કોરોના નેગેટિવ ગણાશે. જો કોરોના ટેસ્ટમાં Ct વેલ્યુ 35 કરતા ઓછું હશે તો જ કોરોના પોઝિટિવ ગણાશે. આ પહેલા, આ Ct વેલ્યુ વૈશ્વિક સ્તરે 35થી 40 હતું. ICMR એ જણાવ્યું છે કે દેશની જુદી જુદી વાયરોલોજી લેબોરેટરીમાંથી મળતા ફીડબેક અને ઈન્પુટના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
********
*ડે સીએમ નીતિન પટેલે સ્વિકાર્યું કોરોના વકર્યો*
ગુજરાતમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકારે બેડ વધારવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. તેથી મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર ગ્રુપની બેઠકમાં દરરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
*********
*આખરે સુરત કલેક્ટરે સ્વીકાર્યું કે સ્થિતિ અતિ ગંભીર*
સુરત શહેરમાં અત્યારે જે સ્પીડથી પેશન્ટ આવી રહ્યા છે અને જે 108ના કોલ્સ આવે છે. એ જોતા શહેરની સ્થિતિ ગંભીર હોવાનું જિલ્લા કલેકટરે જણાવીને કહ્યું હતું કે આ કેસો જોતા આપણું હેલ્થ ઇન્ફાસ્ટ્રકચર આપણને લાંબો સમય મદદ કરી શકે તેમ નથી. શહેરની સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર બનવા તરફ ઈશારો કર્યો છે
*********
*ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે*
ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરને 9મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર પણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો પણ બંધ રહેશે.
********
*લાલિયાવાડી:રસી લીધા પહેલાં જ મળી જાય છે સર્ટિફિકેટ*
ગત રવિવારે સુરત મહાનગરપાલિકામાંનો જથ્થો ખૂટી જતાં સોમવારે ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પર વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતું. તેમ છતા જે લોકોની સોમવારની એપોઇન્ટમેન્ટ હતી તે લોકો માંથી અનેક લોકોના સર્ટિફિકેટ જનરેટ થઈ ગયા છે. સલાબતપુરા વિસ્તારમાં રહેતા કિરીટભાઈ અને તેમની પત્નીને સોમવારે વેક્સિનેશન માટેની અપોઈન્ટમેન્ટ હતી.
*હેલ્થ સેન્ટર પર વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું*
બે દિવસ પછી આવજો તેમ કહેવામાં આવ્યું હતું. વેકસીન લીધા વિના તેઓ ઘરે પરત ફરે તે પહેલાં જ એમના મોબાઈલમાં વેક્સિનેશન સફળતાપૂર્વક થયું છે તેવું સર્ટિફિકેટ જનરેટ થઈ ગયું હતું. વેકસીન લીધા વિનાજ સર્ટિફિકેટ આવી જતા આ દંપતી ચોંકી ગયુ હતુ. ત્યારબાદ આજે તેઓ વેક્સિન લેવા માટે ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેઓને વેક્સિન આપવા માટેની તૈયારી તો સ્ટાફે તૈયારી બતાવી હતી પરંતુ સર્ટિફિકેટ તમારું જુનુ ચાલશે તેમ કહ્યું હતું.
*સર્ટિફિકેટ તમારું જુનુ ચાલશે તેમ કહ્યું હતું*
જોકે કિરીટભાઈ એ હેલ્પ સેન્ટરમાં તપાસ કરતા પાલિકાના કર્મચારીઓ જૂનું સર્ટિફિકેટ ડીલીટ કરીને નવું રજીસ્ટેશન કરશે તેવું જણાવ્યું હતું. પરંતુ પાલિકાનો સ્ટાફ આ મુજબની કામગીરી નહીં થશે તેવું સ્પષ્ટ કહે છે. જેને કારણે વેક્સિન લેવા જતા લોકોની મૂંઝવણમાં વધારો થઈ રહ્યો છે.
********
*ભાજપની મહિલાઓ કોરોના ભૂલી સંમેલનમાં જોડાઈ*
મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ છે. ત્યારે તાજેતરમાં પ્રેદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ બનેલા દીપિકા સરવડાને મહેસાણા બોલાવી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સુરેખા પટેલે તમામ મહિલા કાર્યકરોને મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બોલાવી ભીડ ભેગી કરી હતી. જેમાં કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતા તેવી તસવીરો વાઇરલ થઈ છે.
મહિલાઓ સામજિક અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવતા નજરે પડી
********
*મહત્વનો નિર્ણય, BRTS કોરિડોરમાં વાહન ચલાવવા છૂટ અપાઇ*
અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહનચાલકોને તિલકબાગથી સારંગપુર બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે, જ્યાં સુધી બીઆરટીએસ બસો બંધ રહેશે ત્યાં સુધી વાહન ચાલકો બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશી શકશે.
********
*માહિતી ખાતા અને GPSC માટે લેવાનારી પરીક્ષાઓ હાલ પુરતી મોકુફ*
માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: 22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી.
********
*અગ્નિસંસ્કાર માટે 10 કલાકનું વેઈટીગ*
સુરતના વિવિધ સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર માટે લાબી યાદીને જોતા, સુરતની નજીકના બારડોલીના સ્મશાન ગૃહમાં કોવિડના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી મળી ગઈ છે. જેના કારણે ગઈકાલ બુધવારે કોરોનાથી મૃત્યુ નિપજ્યા હોય તેવા છ દર્દીઓના અગ્નિ સંસ્કાર બારડોલીના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં 70થી 80, ઉમરા સ્મશાનગૃહમાં 30થી 40 અને જહાગીરપુરા માં 20થી 30 જેટલા મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે લવાયા છે. સુરતના કેટલાક તબીબોનું માનવુ છે કે, કોરોના ટેસ્ટ કરાવ્યા પછી તબીબોની સલાહ કે સારવાર લીધા વિના ઘરે પોતાની રીતે સારવાર લેનારાઓના મૃત્યુદર વધ્યો છે.
********
*સુરતમાં બિલ્ડરના નામના બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી ઠગાઈ*
આ અંગે બિલ્ડરે ડીસીબીમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે સીએ ભરત રૂપારેલીયા અને નરેન્દ્ર ભાથાણી (બન્ને ઓફિસ,એસીસી બિલ્ડિંગ,પોદ્રાર આર્કેડની બાજુમાં, વરાછા) અને સહયોગ એન્ટરપ્રાઇઝના કર્તાહર્તા સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી ભરત રૂપારેલીયાની ઈકો સેલએ ધરપકડ કરી છે. સીએની સાથે અન્ય જોડાયેલા હોઈ શકે છે. આગામી દિવસોમાં ઈકો સેલ તેની પણ તપાસ કરશે. અડાજણ પાલ ગ્રીન સીટી રોડ પર પ્રથમ ગણેશામાં રહેતા બિલ્ડર કૃણાલ માધવજી વાઘાણીએ ઈચ્છાપોર ખાતે ડીજીટલમ ક્રીએટીવ ટેક્ષટાઇલ ધંધો શરૂ કર્યો હતો.
*******
*રાજકોટમાં ઇ-બસનું આગમન*
રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં પ્રદૂષણ ઘટે તે માટે જુદા જુદા પગલાઓ લઇ રહી છે. પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, સિટી બસ સેવામાં 50 મીની કુલિંગ A.C.ઇલેક્ટ્રિક બસ ગ્રોસકોસ્ટ મોડલથી ઇલેક્ટ્રોક મોબિલીટી સોલ્યુશન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ટ્રાયલ માટે એક ઈલેક્ટ્રિક બસનું શહેરમાં આગમન થયું છે.
********
*ગાંધીનગરના ખોરજ ગામમાં કોરોનાનો વિસ્ફોટ, 200 જેટલા લોકો પોઝિટિવ, ચૂંટણી પ્રચારનો ગ્રામજનો દ્વારા વિરોધ*
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરનાં ખોરજ ગામ માં 200 જેટલા લોકો કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો મળી રહ્યા છે ખોરજ ગામમાં 70 તેમજ સોસાયટી વિસ્તારમાં 125 જેટલા લોકો કોરોનાનો શિકાર બનતા ગામમાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગઈકાલે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 39 તેમજ શહેરી વિસ્તારમાં 40 મળીને કુલ 79 કોરોના કેસો મળી આવ્યા છે.
********
*વડોદરાનાં સ્મશાનોમાં અસ્થિ ભરેલાં પોટલાંના ઢગલા*
વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને કારણે મૃત્યુ પામેલા સ્વજનનાં અસ્થિ લેવા માટે પરિવારજનો ન આવતા સ્મશાનોમાં એનાં પોટલાંના ઢગલા થઈ ગયા છે. કોરોનામાં મૃત્યુઆંક વધી જતાં સ્મશાનોમાં 24 કલાક સળગી રહેલી ચિતાઓને કારણે સર્જાતાં ભયાનક દૃશ્યોને કારણે અસ્થિઓ લેવા જવા માટે પણ પરિવારજનો ગભરાઈ રહ્યાં છે. સ્વજનોના અસ્થિ ન લઈ જતાં સ્વયંસેવકો પોટલામાં બાંધી દે છે
*******
*પરપ્રાંતિયો લોકડાઉનની અફવાથી વતન જવા રવાના*
વલસાડ જિલ્લા સહિત ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. લોકડાઉનના ડર અને લગ્નસિઝન હોવાથી વાપીની કંપનીમાં કામ કરતા શ્રમિકો વતન તરફ પલાયન શરૂ કર્યુ છે. વાપી હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સમાં ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ સહિતના સ્થળોએ જવા શ્રમિકોએ ભીડ લગાવી હતી. શ્રમિકોની સંખ્યાને જોઇ પોલીસે સ્થળ પર આવી હતી. બપોરે સખત તાપ વચ્ચે પણ શ્રમિકો પોતાનો સામાન લઇ વતન જવા દોડાદોડી કરતા નજરે પડયા હતા એક સમયે ગત સમયની લોકડાઉનની જાહેરાત સમયના દ્રશ્યો બુધવારે વાપીના હાઇવે પર જોવા મળ્યા મળ્યા હતા જો કે શ્રમિકોના મતે લોકડાઉનની થવાની સંભાવના છે
*********
*જીવતા વૃદ્ધાના ડેથ સર્ટિફિકેટ સાથે બીજાની ડેડબોડી આપી*
કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં સપડાતી જાય છે. આજે ફરી સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ પરિવારને આપી અને ડેડબોડી બીજાની આપી. જોકે પરિવારને ફોટો બતાવતા જ પરિવારે આ વૃદ્ધા આમારા નથી અને ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે સમયસુચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર થઇ જાત.પરિવારે અંતિમસંસ્કારની તૈયારી કરી લીધી હતી હોસ્પિટલે સ્વીકાર્યુ કે જે કંઇ બન્યું તે અમારા સ્ટાફની ભૂલને કારણે
********
*એસ.પી.યુનિવર્સિટીની પરીક્ષા હાલ મોકૂફ*
આણંદ જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે. અને વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાએ પણ બપોરે 3થી સવારે 6 સુધી લોકડાઉન જાહેર કર્યું છે. જે રીતે કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે નિયત સમય પત્રક મુજબ ઓફલાઇન પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ ભોગ બને. તથા અપડાઉન કરતા વિધાર્થીઓને કપરી તકલીફોનો સામનો કરવો પડે તેથી 19 એપ્રિલથી શરૂ થતી એસ.પી.યુનિવર્સિટીની પરીક્ષા હાલ મોકુફ રાખવામાં આવી છે.
********
*સરકારી કર્મચારીઓને 50 ટકા હાજરી અથવા વર્ક ફ્રોમ હોમ આપવા માગ* *મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીને પત્ર*
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં કોરોના ફાટી નીકળતા સરકારી કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યાં છે. તેમજ બે સેક્શન અધિકારી એવા અતુલ વેકરિયા અને કિરીટ સક્સેનાના પણ કોરોનાથી મોત થઈ ગયા છે. જેને પગલે ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિયેશન દ્વારા 50 ટકા હાજરી તથા વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા લાગુ કરવાની માગ કરી છે.
*******
*ગાંધીનગર મનપાની ચૂંટણી મુલતવી રાખવા માંગ*
ગુજરાતમાં એક તરફ દરરોજ કોરોનાના કેસના નવા રેકોર્ડ નોંધાઈ રહ્યા છે.તો બીજી તરફ 18મી તારીખે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજવાનો નિર્ણય કરાયો છે. ગાંધીનગર શહેરમાં વધતા સંક્રમણના પગલે મોટાભાગના શહેરીજનો પણ ચૂંટણી મોકુફ રહે તેવી લાગણી વ્યકત કરી ચૂક્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મુલતવી રહે તેવી માગ કરી છે. આમ આદમી પાર્ટીએ રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી 3 મહિના માટે ચૂંટણી મુલતવી રાખવાની માગ કરી છે.
********
*રસીકરણમાં ભારતે અમેરિકાને પાછળ રાખી દીધું*
નવી દિલ્હી: રોજ સરેરાશ ૩૦,૯૩,૮૬૧ વૅક્સિનેશન, દેશમાં ૨૪ કલાકમાં ૧.૧૫ લાખથી વધુ નવા કેસ, ૬૩૦ના મોત વૅક્સિનેશનમાં ભારત અમેરિકાથી વધારે ઝડપી સાબિત થયું છે. રોજના ડોઝની સરેરાશ ૩૦,૯૩,૮૬૧ નોંધાઈ છે અને કુલ વૅક્સિનેશન્સ ૮,૭૦,૭૭,૪૭૪ નોંધાયા છે. ભારતમાં ૬ એપ્રિલે એન્ટિ કોવિડ વૅક્સિનેશનના ૮૧મા દિવસ દરમ્યાન ૩૩,૩૭,૬૦૧ વૅક્સિન ડોઝ અપાયા હતા. તેમાં ૩૦,૦૮,૦૮૭ લોકોને પહેલો ડોઝ અને ૩,૨૯,૫૧૪ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
********
*વડાપ્રધાન મોદીએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો*
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના એઈમ્સમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતું અમારી પાસે વાયરસને હરાવવા માટે અમુક ઉપાયોમાં વેક્સિનેશન પણ છે જો તમે પણ વેક્સિન લેવા માટે યોગ્ય હોવ તો, ટૂંક સમયમાં જ લગાવી લો.કોવિન પોર્ટલ પર રજિસ્ટર કરાવો.અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચ 2021ના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો
*********
*રસીકરણનું રાજકારણ: ખૂટી ગયો રસીનો જથ્થો*
નવી દિલ્હી: રસીકરણની બાબતમાં અમેરિકાને પાછળ રાખીને ભારત સૌથી ઝડપથી રસીકરણ કરનાર દેશ બન્યો છે. રસીકરણના 33 લાખ ડોઝ છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 8.70 કરોડ ડોઝ રસીઓ લગાવવામાં આવી છે. પરંતુ બીજી તરફ, કેટલાક રાજ્યોએ રસીની કમીનો મુદ્દો ઉઠાવ્યો છે અને કેન્દ્ર પાસેથી સપ્લાય વધારવાની માંગ કરી છે.મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું છે કે, અમારે ત્યાં રસીકરણ કેન્દ્રોમાં રસીનો પૂરતો સ્ટોક નથી. જે લોકોને રસી આપવામાં આવી છે તેઓને પાછા ફરવું પડશે. અમારા મોટાભાગ ના કેન્દ્રો રસી ન હોવાને કારણે બંધ કરવા પડ્યા છે. અમે કેન્દ્ર પાસે વધુ રસીની માંગ કરી છે.
********
*તંત્રની લાપરવાહી: સિવિલમાં બેડ ન મળતા વૃદ્ધાનું મોત*
અમદાવાદ કોરોનાનો કહેર વધવા સાથે સિવિલ તંત્રની બેદરકારીના એક પછી એક ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક લોકોની બેદરકારીને કારણે કોઇને જીવ પણ ખોવો પડ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોરોના વોર્ડમાં દાખલ વૃદ્ધાને સવારે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ હતી. તેમણે સ્ટાફને બોલાવવા પ્રયાસ કર્યો પરંતુ સ્ટાફ સુઇ ગયો હતો. જેથી વૃદ્ધાએ પરોઢીયે 2.30 વાગ્યે પરિવારને વીડિયો કોલ કર્યો હતો જેના કારણે પરિવારના સભ્યો તાબડતોડ સિવિલ પહોંચ્યા હતા અને સ્ટાફ સાથે માથાકુટ કર્યા બાદ વૃદ્ધાને આઇસીયુ વોર્ડમાં ખસેડ્યા હતા જોકે, સાંજે વૃદ્ધાનું મોત થયું હતું.
********
*ભડકે બળતા શાકભાજીના ભાવ ગૃહિણીઓની વધી ચિંતા*
અમદાવાદ ઉનાળાની શરુઆત થતા જ શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં 10થી 20નો વધારો થયો છે. ઉનાળાની ગરમી લોકોને અકળાવી રહી છે. બીજી તરફ ગરમીની સાથે સાથે શાકભાજીના વધેલા ભાવો ગૃહિણીઓને પરેશાન કરી રહ્યા છે. વેપારીઓનું માનીએતો ગરમીમાં શાકભાજીની આવક ઘટતા ભાવો વધ્યા છે.
*********
*હવે બોગસ ખેડૂતો પાસેથી સરકાર પાઈ-પાઈ વસૂલશે*
નવી દિલ્હી: સમગ્ર દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આઠમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે યોગ્ય લાભાર્થી ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલે છે. ખેડૂતોને આ રકમ 3 હપ્તામાં મળે છે. સરકાર જરૂરિયાતવાળા ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે પ્રયત્ન કરી રહી છે.નામ દૂર કરવાની સાથે પાઈ પાઈ વસૂલશે સરકાર
*******
*યુટ્યૂબ માંથી 800 કરોડ વીડિયો અને 700 કરોડ કમેન્ટ હટાવ્યા*
નવી દિલ્હી: વર્ષ 2018થી અત્યાર સુધીમાં યુટ્યૂ-બે પોતાના પ્લેટફોર્મ પરથી 8.30 કરોડ વીડિયો હટાવ્યા છે. તેમાં વાંધાજનક કંટેટ, કોપિરાઈટ વિરુદ્ધ અથવા પોર્નોગ્રાફી વીડિયો હતાં. આ ઉપરાંત 700 કરોડથી વધારે કમેન્ટ પણ હટાવ્યા હતા કંપનીએ જણાવ્યુ હતું કે, દર 10 હજારમાંથી વાંધાજનક વીડિયોની સંખ્યા 16થી 18 રહે છે.
********
*વાયરસ વધુ ભયાનક હવે બાળકો-ગર્ભવતિ મહિલાઓ ટાર્ગેટ પર*
નવી દિલ્હી: જીવલેણ કોરોના વાયરસની મહામારીની બીજી લહેરે ભારતમાં ભારે આફત મચાવી છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતાં પણ વધુ ખતરનાક છે. નિષ્ણાતોના કહેવા મુજબ આ વખતે યુવાનો, બાળકો અને ગર્ભવતી મહિલાઓ વધુ પ્રમાણમાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે
*********
*ચૂંટણી થંભાવો રૅલી રોકો પ્રોટેક્ટિવ સૂટ પહેરીને દેખાવો કર્યા*
નવી દિલ્હી: કલકત્તા બંગાળમાં કોરોના વાઇરસની નવી લહેરને લક્ષમાં રાખીને વર્તમાન ચૂંટણી મુલતવી રાખવા તથા મતદાન પૂર્વેની ચૂંટણી રૅલીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી બંગાળમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીની ચરમસીમા આવી રહી છે ત્યાં બીજી તરફ કલકત્તામાં કોરોના વાઇરસની નવી લહેરને લક્ષમાં રાખીને વર્તમાન ચૂંટણી મુલતવી રાખવા તથા મતદાન પૂર્વેની ચૂંટણી રૅલીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે કેટલાક લોકોએ પ્રોટેક્ટિવ સૂટ તથા માસ્ક પહેરીને હાથમાં બૅનર લઈને ચૂંટણી પંચની ઑફિસની બહાર દેખાવો કર્યા હતા.
********
*દેશ માટે આગામી ચાર મહિના ખૂબ કટોકટીના: ડૉ.વી.કે.પૉલ*
નવી દિલ્હી: કોરોનાના કેસ અગાઉ કરતા વધુ ઝડપથી વધી રહ્યા છે : ડૉ.વી.કે.પૉલ નીતિ આયોગના આરોગ્ય સંબંધિત વિભાગના મેમ્બર ડૉ. વી.કે.પૉલે કહ્યું હતું કે દેશમાં કોરોના મહામારીની ખરાબ અસર વધી રહી છે. અગાઉ ચેતવણી આપવામાં આવી હતી કે કોઈએ પણ આ સ્થિતિને હળવાશથી લેવી નહીં. દેશમાં કોરોનાના કેસની સંખ્યા અગાઉ કરતાં વધુ ઝડપથી વધી રહી છે.’દરમ્યાન
*👍thaend👍*