જુલાઈ માં આવતું છાયા ચંદ્રગ્રહણ -જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી.

ત્રીસ દિવસમાં આવતા ત્રણ ગ્રહણ પૈકીનું ત્રીજું ગ્રહણ આગામી ૫ જુલાઈ ૨૦૨૦ના રોજ થનારું છે. આ છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું નથી પરંતુ આ ગ્રહણની વ્યાપક અસર વિશ્વભર માં જોવા મળશે. ધનુ રાશિમાં અને પૂર્વાષાઢા નક્ષત્રમાં થતું આ ગ્રહણ આફ્રિકા,અમેરિકા અને યુરોપના કેટલાક ભાગ માં દેખાશે. ગ્રહણ વખતે બુધ, ગુરુ, શનિ, પ્લુટો અને નેપ્ચ્યુન વક્રી હશે વળી રાહુ અને કેતુતો સદા વક્રગતિ થી જ ચાલે છે. આમ આ છાયા ચંદ્રગ્રહણ વખતે સાત ગ્રહો વક્રી હશે,જે આ ગ્રહણની વિશિષ્ઠ ઘટના હશે,વળી ત્રીસ દિવસમાં આવેલા ત્રણ ગ્રહણ સમગ્ર વિશ્વને અનેક રીતે હચમચાવી દીધું છે.ભૂકંપ થી લઇ ને વાવાઝોડા,મહામારી, સીમા વિવાદ,યુદ્ધ જેવી સ્થિતિ વિગેરે અનેક બાબતો આપણે નજુકના ભવિષ્ય માં નિહાળી. ૧૯૬૨ માં ચીન સાથેના યુદ્ધ સમયે પણ ૩ ગ્રહણ ત્રીસ દિવસમાં આવ્યા હતા તે મુજબના ગ્રહો હાલ ચાલી રહ્યા છે પરંતુ ગ્રહોની કુલ સ્થિતિ જોતા સંપૂર્ણ યુદ્ધના આસાર નથી પરંતુ આ સમય કસોટીજનક પુરવાર થાય એમાં શંકા ને સ્થાન નથી. ૫ જુલાઈ ના આ છાયા ચંદ્રગ્રહણ પછી મહામારીની સ્થિતિ માં રાહત મળતી જોવા મળશે વળી ૨૩ સપ્ટેમ્બરે રાહુ કેતુના રાશિ પરિવર્તન પછી તો ઘણી ઘણી રાહત જોવા મળશે જે બધી બાબતો હું અગાઉના લેખ અને મારા વિડિઓ માં જણાવી ચુક્યો છે.
આગમી ૫ જુલાઈનું છાયા ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે તે સમય સાત ગ્રહો વક્રી છે વળી ધન માં ચંદ્ર, કેતુ, ગુરુ યુતિ છે તો સામે રાહુ સાથે સૂર્ય અને બુધ છે જેથી છ ગ્રહો યુતિ-પ્રતિયુતિ માં છે. જેના લીધે પૂર્વ-ઈશાન-ઉત્તર અને વાયવ્ય દિશા માં સીમા વિવાદો રહે આંતરિક બાબતો માં પણ આ પ્રદેશો માં સંઘર્ષ રહે, વળી પાડોશી દેશો સાથે પણ ઘર્ષણ થાય. આ સમયમાં સેના આતંકવાદીઓ સામે કડક હાથે કાર્યવાહી કરતી જોવા મળે અને આતંકી ગતિવિધિ પણ સામે આવે વળી નવી એ વાત બને કે આ સમય માં આતંકી ગતિવિધિ માં સ્ત્રીઓનો હાથ હોવાની વિગત બહાર આવે કે આતંકી પ્રવૃત્તિની મહિલા વિંગનો પર્દાફાશ થાય. આ છાયા ચંદ્રગ્રહણ સ્ત્રી વર્ગને વધુ પરેશાની જોવા મળે. સ્ત્રી વર્ગની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળે, વળી પહેલા કરતા બીમારીનો ભોગ પણ વધુ મહિલાઓ બનતી જોવા મળે. વળી ઉચ્ચ પદે બિરાજમાન મહિલાઓ ,સેલિબ્રેટી અને ખ્યાતિપ્રાપ્ત મહિલાઓ,ફેશન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તારિકાઓ આ સમય માં વધુ હેરાન થતી જોવા મળે અને ડિપ્રેસન કે અનિંદ્રાનો શિકાર થતી જોવા મળે. શેરબજાર ની વાત કરીએ તો શેરબજાર માં થોડા ઉછાળા બાદ પીછેહઠ જોવા મળે વળી સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળે. વિશ્વમાં અનેક જગ્યા એ બે પ્રદેશ કે દેશ વચ્ચે તંગદિલી જોવા મળે,બે રાજ્યો વચ્ચે પણ વિવાદ વધે વળી સત્તા પરિવર્તન માટેના પ્રયત્ન થતા જોવા મળે. આ સમય માં ભૂકંપ જેવી કુદરતી આપદાઓ થી પણ સાવધ રહેવું પડે. આ સમય માં ધાર્મિક ભાવના વધુ પ્રબળ થતી તો ક્યાંક ક્યાંક ધાર્મિક ભાવના સાથે ઉશ્કેરાટ પણ જોવા મળે.
વ્યક્તિગત રીતે જોવા જઈએ તો ચંદ્ર મહારાજ મનના કારક છે માટે આ ચંદ્રગ્રહણ માનસિક વિક્ષેપ કરતું જોવા મળે આ માટે ચંદ્રને મજબૂત કરવા માટે શિવપૂજા કરવી જોઈએ વળી જે મિત્રોને કુંડળી માં ચંદ્ર નબળો પડે છે તે લોકો રિયલ મોતી ટચલી આંગળીમાં ચાંદી માં ધારણ કરી શકે વળી “ૐ સોમ સોમેશ્વરાય નમઃ” મંત્રના જપ કરવાથી પણ લાભ થાય. ચંદ્રની પ્રતિમા ચાંદી માં બનાવી શિવજી ને અર્પણ કરવાથી પણ લાભ થાય. આ ઉપરાંત ચાંદી ના પાત્રમાં જળ પીવાથી ચંદ્ર મહારાજ શુભ બને છે વળી શિવજીને બિલ્વપત્ર ચડાવવા થી મનોબળ વધે છે. ખાસ કરી ને સ્ત્રીવર્ગને પોતાની લાગણી દુભાતી હોય તેવું લાગે માટે તેમણે પણ ઉપરના પ્રયોગ કરવા અને ખાસ વહેલી સવારે ધ્યાન કરવું જેનાથી મન દુરસ્ત રહેશે. આગામી ૫ જુલાઈ પછી ધીમે ધીમે સમય હકારાત્મક બનતો જોવા મળશે.

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
astro.rohit1234@gmail.com
+91 94 264 71470