કોરોના વાયરસ સંદર્ભે કોઇપણ પ્રકારની ફરિયાદ સહાય માટે રાજપીપલા કલેક્ટર કચેરી – જિલ્લા પંચાયત અને તાલુકા મામલતદાર કચેરીઓમાં રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો .

કોરોના વાયરસ ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર શાખામાં રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલ રૂમ ફોન નં- ૦૨૬૪૦-૨૨૪૦૦૧ તેમજ ટોલ ફ્રી નંબર- ૧૦૭૭ કાર્યરત કરેલ છે. તેવી જ રીતે નાંદોદ મામલતદાર કચેરી ખાતે ફોન નં- ૦૨૬૪૦-૨૨૦૦૦૩, તિલકવાડા મામલતદાર કચેરી ખાતે ફોન નં- ૦૨૬૬૧-૨૬૬૩૩૬, ગરૂડેશ્વર મામલતદાર કચેરી ખાતે ફોન નં- ૦૨૬૪૦-૨૩૭૧૦૧, ડેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે ફોન નં- ૦૨૬૪૯-૨૩૪૫૦૪ તેમજ સાગબારા મામલતદાર કચેરી ખાતે ફોન નં- ૦૨૬૪૯-૨૫૫૦૮૮ કાર્યરત થયેલ છે, જેમાં કોરોના વાયરસ સંબંધિત કોઇપણ પ્રકારની ફરિયાદ કે સહાય માટેની રજૂઆત કરી શકાશે. તદ્ઉપરાંત રાજપીપલામાં જિલ્લા પંચાયત ભવન ખાતે પણ કંટ્રોલ રૂમ ફોન નં-૦૨૬૪૦-૨૨૧૮૦૬ કાર્યરત કરેલ છે. જિલ્લા પંચાયતના આ કંટ્રોલરૂમ ખાતે મેડીકલ સંબંધિત ફરિયાદ કે સહાય માટે રજૂઆત કરી શકાશે, જેની જાહેર જનતાને નોંધ લેવા નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જણાવાયું છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા