સિક્કિમનાં મુખ્યમંત્રી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે
સરદાર પટેલનાં મહાન દૃષ્ટિકોણ અને ઐતિહાસિક નિર્ણયને લીધે દેશની એકતા અને અખંડિતતા કાયમ માટે ટકી રહેશે – પ્રેમસિંગ તમાંગ,મુખ્યમંત્રી- સિક્કિમ
રાજપીપલા, તા4
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજે સિક્કિમ રાજ્યના માનનીય મુખ્યમંત્રી પ્રેમસિંગ તમાંગજીએ મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી.
સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમાંગજીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાનાં દર્શન કરીને ભાવાંજલી અર્પી હતી. તમાંગજીએ અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબે આપેલા યોગદાનને યાદ કરી સરદાર સાહેબનાં જીવન-કવનને પ્રસ્તુત કરતા મ્યુઝીયમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપુર્વક નિરીક્ષણ કર્યુ હતુ.
પ્રેમસિંગ તમાંગજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે, આજે મને કેવડિયામાં આવવાનો લ્હાવો મળ્યો છે અને સરદાર વલ્લભભાઇ પટેલ જી પ્રત્યે મારો આદર પ્રગટ કરૂ છું.સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન વ્યક્તિના દૃષ્ટિકોણ અને ઐતિહાસિક નિર્ણયને લીધે દેશની એકતા અને અખંડિતતા કાયમ માટે ટકી રહેશે. આ વિચારો હંમેશાં મારા માટે અને દરેક દેશવાસીઓ માટે માર્ગદર્શન અને પ્રેરણારૂપ બનશે. તામમાં ભારતીયોએ પ્રધાનમંત્રીશ્રીનાં સ્વપન “આત્મનિર્ભર ભારત” અને “ એક ભારત શ્રેષ્ઠ ભારતનાં” સૂત્રને સમર્થન કરવું જોઈએ.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનીટીનાં ઉચ્ચ અધિકારીઓ દ્રારા સિક્કિમનાં માનનીય મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું હતું અને તેઓને સરદાર સાહેબનાં જીવન ચરીત્ર સાથે જોડાયેલ પુસ્તક અને સરદાર સાહેબની પ્રતિમાં સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા