ઘોડી ગામે આંગણવાડી પાસે ખુલ્લામાં જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા.
રાજપીપળા,તા.4
નર્મદાના ઘોડી ગામે આંગણવાડી પાસે ખુલ્લામાં જુગાર રમતા પોલીસે રેડ કરતા 6 જુગારીયાઓ ઝડપાયા હતા.દેડીયાપાડા પોલીસે અહેકો ઇશ્વરભાઇ વશરામભાઈ દેડીયાપાડા પોલીસ જાતે ફરિયાદી બની મુકેશભાઈ સનાભાઇ વસાવા, દોલતભાઈ સોમાભાઈ વસાવા, ઉપેન્દ્રભાઈ વીરસીંગભાઇ વસાવા, પંકજભાઈ વીરસીંગભાઇ વસાવા,નિલેશભાઈ રાયસીંગભાઈ વસાવા તમામ (રહે,ઘોડી નિશાળ ફળિયુ )તથા સોમાભાઈ મનિયાભાઈ વસાવા (રહે,સામરપાડા થપાવિ નાનું ફળિયું )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર તમામ આરોપીઓ ગોળી ગામે આંગણવાડી પાસે ખુલ્લામાં પત્તાપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમાડી આરોપીઓની અંગજડતી ના રોકડા રૂ. 11200/- તથા દાવ પરના રોકડા રૂ. 700 /- મોબાઈલ નંગ-4 કિ. રૂ 5500/- મળી કુલ કિં રૂ. 17400/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા