તિલકવાડાના અંકતેશ્વર બ્રિજ ઉપરથી યુવાને ભૂસકો મારી આત્મહત્યા કરતા ચકચાર.
રાજપીપળા, તા.4
તિલકવાડાના અંકતેશ્વર બ્રિજ ઉપરથી યુવાનને ભૂસકો મારી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.જેમાં મરનાર નારસિંહભાઈ કાગડીયાભાઈ વસાવા (રહે,સીમઆંમલી, નવું ફળીયું )તા. 31. 3.21ના રોજ પોતાની મોટરસાયકલ નંબર જીજે 5 સીએચ 2490 ની લઈને પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર કોઈ અગમ્ય કારણસર ઘરેથી નીકળી ગયેલ અને સાંજના સમયે નારસિંહભાઈ પોતાની મોટરસાયકલ નર્મદા નદીના અંકતેશ્વર બ્રિજ ઉપર મૂકી નર્મદા નદી માં જાતે કૂદકો મારેલો અને તેઓની લાસ તા.3/4/21ના રોજ સવારે 10 વાગે વાસણ ગામના નર્મદા નદીના ઓવારા ઉપર નર્મદા નદીના પાણીમાંથી મળી આવે આ અંગેની ખબર ભાઈલાલ શેરિયાભાઈ વસાવા (રહે,ધાનખેડી તા. અકલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર )એ આ પોલીસને કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તિલકવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા